GSTV

સરકારી કર્મચારીઓ આનંદો! કોરોનાકાળમાં સરકારે લીધો મોટો નિર્ણય, સેલેરી અને DA વધારવાની થઈ રહી છે તૈયારીઓ

જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો વર્તમાન મહામારી હોવા છતાં નજીકના ભવિષ્યમાં તમારી સેલેરીમાં  વધારા થવાની આશા કરી શકો છે. ખરેખ કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે, અર્થતંત્રની હાલતમાં સુધાર કરવામાં આવે. તે માટે વપરાશમાં વધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે કેન્દ્રીય કર્મચારીઓના હાથમાં વધુ પૈસા આપવામાં આવે જેથી તેઓ બજારમાં વધુ ખર્ચ કરી શકે અને વપરાશ વધારી શકે. શ્રમ અને રોજગાર મંત્રાલયે મોંઘવારી ભથ્થા માટે કંઝ્યુમર પ્રાઈસ ઈંડેક્સને વર્ષ 2001 થી બદલી 2016 કરી દીધો છે.

શ્રમ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો અર્થ એ છે કે, કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે વર્તમાન વપરાશ પદ્ધતિ અને ફુગાવાના દરને ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ એક ચિંતા હતી કે, પહેલાના ઈંડેક્સમાં સમયની સાથે બદલાવની જરૂર છે.

નહી વધે મોંઘવારી ભથ્થુ

છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો હેલ્થકેર અને ઈંધણથી લઈને ઘરખર્ચમાં વધારો થયો છે. નવા બેસ ઈંડેક્સમાં આ વાતોનું ધ્યાન રાખવામાં આવશે. જેથી કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ મળી શકે, પરંતુ સરકાર તાત્કાલિક મોંઘવારી ભથ્થું વધારવાની નથી.

હાલમાં 17 ટકા જ છે મોંઘવારી ભથ્થુ

આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીનો હવાલો આપતા તેને જૂન 2021 સુધી ટાળી દેવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓને હજુ પણ 17 ટકાના દરથી વ્યાજ મોંઘવારી ભથ્થુ મળી રહ્યુ છે.શ્રમ મંત્રાલયના સૂત્રોના જાણાવ્યા પ્રમાણે હાલમાં મોંઘવારી ભથ્થામાં કોઈ ફેરફાર હશે નહી.

વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરી

નવા પ્રાઈસ ઈંડેક્સની અસર આવતા વર્ષના મધ્યભાગથી જોવા મળી શકાય છે. તેનો સીધો લાભ 45 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો ન થઈ શકે, પરંતુ પ્રાઈસ ઈંડેક્સમાં થોડો ફેરફાર કરવાથી પણ તેમના પગારમાં વધારો થવાની અપેક્ષા રાખી શકાય છે.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!