ડુંગળીની વધી રહેલી કિંમતો સરકાર માટે ફરીથી માથાનો દુ:ખાવો બની શકે તેમ છે. ડુંગળીના વધી રહેલા ભાવથી ભાજપ સરકાર ફરીથી સંતર્ક થઈ ગઈ છે. તહેવારની સિઝનમાં જે રીતે ડુંગળી મોંઘી થઈ રહી છે, તેનાથી કેન્દ્ર સરકારે અંકુશ લગાવવા માટે ડુંગળીની તાજો પુરવઠો વધારવાનો આદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ડુંગળીની કિંમતો છૂટક માર્કેટમાં કિલોના 40 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા
તહેવાર ટાણે જ્યાં ડુંગળી સતત મોંઘી થઈ રહી છે, એવામાં કેન્દ્ર સરકારે શુક્રવારે કર્ણાટકથી તાજો પુરવઠો આવતા એક અઠવાડિયામાં તેની ઉપલબ્ધતા વધારવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે. ત્યારબાદ ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાના અણસાર દેખાતા નથી. ગ્રાહક મામલાના સચિવ અવિનાશ શ્રીવાસ્તવની આગેવાનીમાં યોજાયેલી એક હાઈલેવલ સમિતિએ શુક્રવારે ડુંગળીની કિંમતો અને પુરવઠાની સમીક્ષા કરી હતી, જ્યારે દિલ્હીમાં ડુંગળીની કિંમતો વધીને કિલોગ્રામ 40 રૂપિયા પહોંચી છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે સરકારના બફર સ્ટૉકથી રાષ્ટ્રીય રાજધાનીમાં મૂલ્ય સ્થિરીકરણ ફંડ (પીએસએફ) હેઠળ પુરવઠામાં બે કે ત્રણ ગણાનો વધારો કરવામાં આવે, એટલે પુરવઠાની અછતને દૂર કરવામાં આવે.
મધર ડેરીને કિંમત ઘટાડવાનો આદેશ
મધર ડેરીની ડૂંગળીની કિંમતોમાં 2 રૂપિયાનો ઘટાડો કરવા માટે કહ્યું છે. સરકારે કહ્યું કે મધર ડેરીએ આ બાબત પર સહમતિ વ્યક્ત કરતા દિલ્હીમાં પોતાના બધા સ્ટોર પર પેકિંગ વિના અથવા ખુલ્લામાં તૈયાર કરાયેલ ડુંગળીની કિંમત 25.90 રૂપિયાથી ઘટાડીને 23.90 રૂપિયા કરી દીધી છે. પેકિંગમાં તૈયાર કરાયેલી ડુંગળીની કિંમતને 27.90 રૂપિયાથી ઘટાડીને 25.90 રૂપિયા કરવા અંગે સહમતિ વ્યક્ત કરી છે.
નાસિકથી વધી ડુંગળીની કિંમતો
તો બીજી તરફ કૃષિ મંત્રાલયે કહ્યું છે કે ડુંગળીના ખરીફ પાકનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં વધ્યું છે અને કર્ણાટકથી તાજા પાકની આવક શરૂ થઈ છે. ડુંગળીના એશિયાના સૌથી મોટા જથ્થાબંધ માર્કેટ નાસિકના લાસલગામમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીની કિંમત બેગણીથી વધીને 2100 રૂપિયા ક્વિન્ટલ થઈ છે.