GSTV
Home » News » સરકારે BSNLને આપી દીધું અલ્ટીમેટમ, કમાણી કરો નહીં તો બંધ કરો

સરકારે BSNLને આપી દીધું અલ્ટીમેટમ, કમાણી કરો નહીં તો બંધ કરો

નાણાકીય નુકસાની ભોગવી રહેલી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ને કેન્દ્ર સરકારે ફરીથી ઉભી કરવા માટે તેમાંથી પોતાનો હિસ્સો વેચવા ઉપરાંત તેને બંધ કરવાના વિકલ્પ ઉપર પણ વિચારવાનું કહ્યું છે. નાણાકીય વર્ષ 2017-18ના અંત સુધીમાં 31,287 કરોડ રૂપિયાની ખોટ જવા પર BSNLના ટોચના અધિકારીઓની કેન્દ્રીય દુર સંચાર મંત્રી અરૂણ સુંદરરાજન સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હવે આકરા પગલાં ભરવાના મૂડમાં છે. BSNLની હાલત હવે ધીમેધીમે ખરાબ થઈ રહી છે.

બેઠક દરમિયાન BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે દુર સંચાર સચિવ સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં કંપનીની નાણાકીય હાલત, કુલ ખોટ, રિલાયન્સ જીયોના આવ્યા બાદ તેના કારોબારમાં થયેલી અસર, કર્મચારીઓના માટે VRS અને રિટાયર્ડ થતા લોકો માટે યોજનાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હીસ્સેદારીના વેચાણ લેવા ઉપરાંત કંપની બંધ કરવાનો વિકલ્પ એક તરફ સરકાર BSNLમાં નવો જીવ રેડવાના ઓપ્શન પર વિચાર કરવાનું કહ્યું છે, તો બીજી તરફ સરકારે કંપની બંધ કરવાને લઇને વિશ્લેષણ કરવાની વાત પણ કરી છે.

BSNLને સરકારે બધા જ વિકલ્પો પર વિસ્તૃત વિચારણા કરવાનું કહ્યું છે. BSNLની સામે મોટી સમસ્યાઓનું કારણ પ્રતિસ્પર્ધિઓ ઉપરાંત તેની પાસે મોટી સંખ્યામાં રહેલા કર્મચારીઓ છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે BSNLએ VRS અથવા રિટાયર્ડમેન્ટની સમય મર્યાદા 60થી ઘટાડીને 58 કરવાનું વિચારી રહી છે. કંપનીનું માનવું છેકે જો રીટાયર્ડમેન્ટની વય મર્યાદા ઘટાડવામાં આવે તો કંપનીને 3,000 કરોડ રૂપિયાની બચત થશે. BSNLની પાસે 15,000 કરોડની મિલ્કત છે, જે વેંચીને આવક મેળવવા માટેની સલાહ પણ આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે આ કામ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(DIPAM)એ આગામી 2-3 વર્ષમાં કરવું જોઇએ.

Related posts

UPમાં રણસંગ્રામ: ભાજપનાં આ નેતા બોલ્યા, ફઇ-ભત્રીજો નકલી છે,તેમનાં શાસનમાં જ ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો હતો

Riyaz Parmar

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

Path Shah

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari