GSTV
Home » News » 1950થી અસ્તિત્વમાં આવેલા આ ડેટા કેન્દ્ર સરકાર જાહેર નહી કરે, લોકોએ ઉઠાવ્યા અનેક સવાલો

1950થી અસ્તિત્વમાં આવેલા આ ડેટા કેન્દ્ર સરકાર જાહેર નહી કરે, લોકોએ ઉઠાવ્યા અનેક સવાલો

કેન્દ્ર સરકારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે એનએસઓના ર૦૧૭-૧૮ના ગ્રાહક ખર્ચનો સર્વેના ડેટા જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે ડેટાની ગુણવત્તામાં ઉણપને કારણે ડેટા જારી નથી કરાયો. જો કે સરકારના આ નિર્ણય સામે સવાલો ઉઠ્યા છે.

મંદી અને મોંઘવારીના મારના આંકડાઓથી ઘેરાયેલી મોદી સરકારે આ વખતે એનએસઓના ડેટા જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. ૧૯પ૦થી અસ્તિત્વમાં આવેલા એનએસઓમાં પહેલીવાર ડેટા જાહેર ન કરવાનો નિર્ણય મોદી સરકારના કાર્યકાળમાં લેવાયો છે. મહત્વનુ છે કે આ ડેટા જાહેર ન થાય તો દેશમાં દસ વરસમાં ગરીબીનુ સ્તર અને પ્રમાણ શુ રહ્યુ તેનુ અનુમાન મુશ્કેલ બને તેમ છે. આ પહેલા ર૦૧૧- ૧રમાં આ ડેટા રીલિઝ કરાયો હતો. સરકાર આ ડેટાના આધારે ગરીબી અને સમાજની આર્થિક અસમાનતાનુ વિશ્લેષણ કરે છે.

જોકે આ વખતે કેન્દ્ર સરકારના સ્ટેટેટિક અને પ્રોગ્રામ ઇમ્પ્લી મેન્ટેશન મંત્રાલયે કહ્યુ છે કે હવે ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરમાં ગ્રાહક ખર્ચનો સર્વે કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. મહત્વનુ છે કે અંગ્રેજી અખબાર બીઝનેસ સ્ટાન્ડર્ડે એનએસઓના કેટલાક ડેટાને ટાંકતો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં પાછલા ચાલીસ વરસોમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી હોવાનો દાવો કરાયો હતો. જો કે સરકારે આવો કોઇ ડેટા જાહેર ન થયાનુ જણાવી અખબારના અહેવાલને ફગાવ્યો હતો.

એનએસઓમાંથી લીક થયેલા રિપોર્ટના આધારે બીઝનેસ સ્ટાન્ડર્ડે દાવો કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં માંગમાં સુસ્તીના કારણે ચાર દાયકામાં પ્રથમ વખત લોકોના ખર્ચામાં ઘટાડો થયો છે. આ સર્વે જૂલાઈ 2017 અને જૂન 2018 વચ્ચે કરાયો હતો. સૌથી મહત્વનુ એ પણ છે કે આ સર્વે થયો તે દરમિયાન જ દેશમાં જીએસટી લાગુ થયો હતો અને તેના થોડા મહિના પહેલા નોટબંધીની જાહેરાત થઈ હતી.

અંગ્રેજી ન્યૂઝ પેપરના દાવા પ્રમાણે સમિતિએ 19 જૂનને એનએસઓનો રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપી હતી પરંતુ બાદમાં તેને રોકી દેવાઈ. લીક થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017-18માં પ્રત્યે મહિને પ્રતિ વ્યક્તિ દ્વારા થતા ખર્ચામાં 2011-12ની તુલનાએ 3.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-19માં પ્રતિ વ્યક્તિ દ્વારા થતા ખર્ચનો આંકડો 1,446 રૂપિયા હતો જ્યારે વર્ષ 2011-12માં આ રકમ 1,501 રૂપયા હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોની ખરીદ શક્તિમાં 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે છ વર્ષના સમય દરમ્યાન 2 ટકા વધ્યો છે. ગ્રાહકો દ્વારા થતા ખર્ચામાં ઘટાડો એ ગરીબી વધવા તરફ ઈશારો કરે છે.

એનએસઓ ડેટા પર બ્રેક


૧૯પ૦થી અસ્તત્વમાં આવેલા એનએસઓમાં પહેલીવાર ડેટા જાહેર ન કરવાનો મોદી સરકારના કાર્યકાળમાં નિર્ણય

શા માટે મહત્વનો છે એનએસઓ ડેટા ?

 • દેશમાં દસ વર્ષમાં ગરીબીનું સ્તર અને પ્રમાણ શું તેનું અનુમાન મુશ્કેલ
 • અગાઉ ર૦૧૧-૧રમાં આ ડેટા કરાયો હતો રીલિઝ
 • એનેએસઓના ડેટાના આધારે ગરીબી અને આર્થિક અસમાનતાનું થાય છે વિ•લેષણ

સરકારે શું કહ્યું ?

સ્ટેસ્ટેટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલયે કહ્યુ કે હવે ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરમાં ગ્રાહક ખર્ચનો સર્વે કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

એનએસઓ ડેટાના અહેવાલમાં શું હતું ?

 • ગ્રામ્ય વિસ્તારમાં માંગની સુસ્તીના કારણે ચાર દાયકામાં પ્રથમવાર લોકોના ખર્ચામાં ઘટાડો
 • જુલાઈ-ર૦૧૭થી જૂન-ર૦૧૮ વચ્ચે કરાયો હતો સર્વે
 • એનએસઓનો સર્વે થયો તે દરમિયાન જીએસટી થયો હતો લાગુ
 • સર્વેના થોડા માસ પહેલા નોટબંધી પણ થઈ હતી લાગુ
 • ર૦૧૧-૧રની સરખામણીએ ર૦૧૭-૧૮માં પ્રતિ માસે પ્રતિ વ્યક્તિના ખર્ચામાં ૩.૭ ટકાનો ઘટાડો

પ્રતિ વ્યક્તિ દર માસે કેટલો ખર્ચ
ર૦૧૭-૧૯ ર૦૧૧-૧ર
૧૪૪૬ રૂ. ૧પ૦૧ રૂ.

 • એનએસઓ ડેટાના અહેવાલમાં શું હતું ?
 • ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ખરીદ શિકત ૮.૮ ટકા ઘટી
 • શહેરી વિસ્તારમાં ખરીદ શક્તિ બે ટકા વધી

READ ALSO

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

Nilesh Jethva

સ્માર્ટ એજ્યુકેશન: આ રચનાત્મક ફિલ્ડમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કરો લાખો રૂપીયાની કમાણી

Ankita Trada

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો પલટવાર : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!