GSTV
Home » News » કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : સોનિયા, રાહુલ અને પ્રિયંકાને નહીં મળે SPG કમાન્ડો

કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય : સોનિયા, રાહુલ અને પ્રિયંકાને નહીં મળે SPG કમાન્ડો

તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો. હવેથી ગાંધી પરિવારને સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા સુરક્ષા પુરી પાડવામાં નહીં આવે. તેના બદલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સીઆરપીએફની ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદથી સમગ્ર ગાંધી પરિવારને અત્યાર સુધી દેશ અને વિદેશમાં એસપીજી સુરક્ષા કવચ ઉપલબ્ધ હતુ. પરંતુ ગૃહ મંત્રાલયે આ નિર્ણય બદલ્યો છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી દેવાઇ હતી.

હવે ફક્ત પીએમ મોદીને મળશે SPG સુરક્ષા

હવે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ એસપીજી સુરક્ષા પુરી પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયની બેઠકમાં ગાંધી પરિવારની સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી હતી.. જેમાં જણાવાયું કે ગાંધી પરિવારને હાલમાં કોઇ ખતરો નથી. ગૃહ મંત્રાલય સમયાંતરે સુરક્ષા કવચની સમિક્ષા કરતું રહે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની કોંગ્રેસ પાર્ટીએ નિંદા કરી છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી દેવાઇ હતી.

મનમોહન સિંહની પણ હટાવાઇ હતી SPG સુરક્ષા

એસપીજી સુરક્ષા હવે માત્ર પ્રધાનમંત્રી પાસે રહેશે. અત્યારસુધીમાં ગાંધી પરિવાર અને મોદી પાસે જ એસપીજી સુરક્ષા હતી. આ પહેલાં શાહે મનમોહનસિંહની પણ એસપીજી સુરક્ષા હટાવી ચૂક્યા છે. ગૃહમંત્રાલયની બેઠકમાં એ પણ ચર્ચા થઈ છે કે, ગાંધી પરિવાર વિદેશમાં જતાં એસપીજી સુરક્ષાનો લાભ લેતા નથી તેનો મતલબ એ છે કે, તેમને આ સુરક્ષાની જરૂર નથી.
એસપીજી સુરક્ષા અને ઝેડ પ્લસ સુરક્ષામાં ઘણું જ અંતર છે. એસપીજી સૌથી ઊંચા સ્તરની સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં હાજર કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો હોય છે. એસપીજી બાદ ઝેડ પ્લસ સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં એક વ્યક્તિની પાછળ 36 જવાનો સાથે હોય છે. એસપીજીની રચના એ 2 જૂન 1988માં કરવામાં આવી હતી. જેનું મુખ્યાલય દિલ્હીમાં છે.

  • ગાંધી પરિવારના તમામ સભ્યોની સુરક્ષા હટાવાઈ
  • ગૃહમંત્રાલયની રિવ્યૂ કમિટીમાં લેવાયો આ નિર્ણય
  • હવે સોનિયા, રાહુલ કે પ્રિયંકા સાથે નહીં હોય એસપીજી કમાન્ડો
  • ગાંધી પરિવારને સીઆરપીએફ કમાન્ડોની ઝેડ પ્લસ સુરક્ષા મળશે
  • ગૃહમંત્રી અમિત શાહના નિર્ણય સામે કોંગ્રેસમાં ધમાસણ મચવાની પૂરી તૈયારી

Read Also

Related posts

કાલાપાનીનો વિવાદ વકર્યો : નેપાળની ચીમકી, ભારત તાત્કાલિક ખસેડી લે અહીંથી સૈનિકો

Karan

એનસીપી અને બીજેડી પર એમ જ નથી ઉભરાયો પીએમ મોદીને પ્રેમ, વખાણમાં પણ છે આ રાજકારણ

Karan

અમેરિકાએ ઈઝરાયેલ પ્રત્યેની તેમની નીતિમાં કર્યા ફેરફાર, વેસ્ટ બેંક કબ્જાને આપી માન્યતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!