GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

151 ટ્રેનને ખાનગી કંપનીઓને રૂ. 30 હજાર કરોડમાં ચલાવવા આપી દીધા બાદ મોદી સરકારે કહ્યું અમે ખાનગીકરણ નથી કરવાના

તાજેતરમાં રેલ્વે દ્વારા ખાનગી ટ્રેનો દોડાવવાની યોજના પછી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહેવું પડ્યું છે કે, રેલ્વેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. કેટલાક માર્ગો પર ટ્રેન ચલાવવા માટે પ્રાઈવેટ ખેલાડીઓની મંજૂરીથી રેલ્વેની સેવા સુધરશે. આધુનિક સુવિધાવાળી 151 નવી ટ્રેનો ખાનગી ભાગીદારીથી રેલ્વેની હાલમાં ચાલી રહેલી સેવાઓમાં કોઈ ફેરફાર કર્યા વિના ચલાવવામાં આવશે. આ ટ્રેનોનું ખાનગીકરણ નથી. ભાગીદારીથી આધુનિક સુવિધાઓ, સુરક્ષા સહિતની બેઠકોની ઉપલબ્ધતામાં વધારો થશે.

ખાનગી ટ્રેનો 109 રૂટ ઉપર દોડશે

ખાનગી કંપનીઓની મદદથી 109 રૂટ પર 151 ટ્રેનો ચલાવવાની યોજના તૈયાર કરી છે. સરકારના આ નિર્ણયથી રેલ્વે ખાનગીકરણ અંગે ચર્ચાઓનું બજાર ગરમાયું છે. આવા અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ભારતીય રેલ્વેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. રેલવે 109 રૂટ પર 151 ખાનગી ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે. ખાનગી ક્ષેત્રમાંથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. રેલ્વે નેટવર્ક પર પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી રોકાણ માટેનું આ પહેલું પગલું છે.

Related posts

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

Xiaomi Redmi Note 9 ખરીદવાનો શાનદાર મોકો, આજે શરૂ થયો મોટો સેલ

Arohi

શ્રીલંકા પ્રવાસથી બાંગ્લાદેશનો આ ધાકડ ખેલાડી કરશે વાપસી, લાગી ચુક્યા છે ભ્રષ્ટાચારના આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!