GSTV

ખુશ ખબર: સામાન્ય માણસની ચિંતામાં થશે ઘટાડો, જલ્દી મળી શકે છે સસ્તી વીજળી: સરકાર લાવી રહી છે નવો પ્લાન!

Last Updated on June 23, 2021 by pratik shah

ભારત હવે વીજળી વિતરણ માટે ગ્રીન ટેરીફ પર કામ કરી રહ્યું છે, આ અંતર્ગત વીજળી કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સના અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વીજળીને કોલસા અથવા અન્ય પારંપરીક ઈંધણથી તૈયાર કરવામાં આવેલી વિજળીની તુલનામાં સસ્તી હશે, આ પ્લાન વિશે કેન્દ્રીય વીજળી તેમજ રિન્યૂવેબલ ઉર્જા મંત્રી રાજ કુમાર સિંહે મંગળવારે આ મામલે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આનાથી ભારતમાં સ્વચ્છ એનર્જીના ઉપયોગની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. તેને વિશ્વનો સૌથી મોટો સ્વચ્છ ઉર્જા કાર્યક્રમ ગણાવી રહ્યો છે.

કંપનીઓ

સિંહે જણાવ્યું કે જલ્દીમાં જલ્દી આ મામલે એક નિયમ જાહેર થશે, તેમણે જણાવ્યું કે આ વાત મંગળવારે એનર્જી ટ્રાઝીશન થીમ પર બે પક્ષકાર વાત થયા પછી થવા વાળા કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી, તેમણે જણાવ્યું કે આ પ્લાનને અમલ કરવામાં આવ્યા પછી, કોઈ પણ વીજળી વિતરણ કંપની (discom) એક્સ્લુઝીવ રીતે ગ્રીન એનર્જી ખરીદીને તેને ગ્રીન ટેરીફ પર સપ્લાઈ કરવામાં આવશે.

શું છે હાલની વ્યવસ્થા

વર્તમાનમાં જો કોઈ કંપની વીજળીવિતરણ કંપનીઓછી ગ્રીન એનર્જી ખરીદવા ઈચ્છે છે તો તેને તેના માટે ક્લીન એનર્જી ડેવલપર સાથે કોન્ટ્રાક્ટ કરવો પડે છે. કોમર્શિયલ એન઼્ડ ઈન્ડસ્ટ્રિયલ સેગ્મેન્ટમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. વર્તમાનમાં વિજળી વિતરણ કંપનીઓ જરૂરિયાત અંતર્ગત રિન્યૂવેબલ એનર્જી ખરીદે છે.

વીજ

સોલર ટેરિફ ન્યૂનતમ સ્તર પર


કેન્દ્ર સરકારની તરફથી આ પગલું એવા સમય પર આવી રહ્યું છે કે જ્યારે ભારતમાં સોલર અને પવન ઉ્જા ટેરિફ અત્યાર સુધી સૌથી ન્યૂનતમ સ્તર પર લપસી ગયું છે. સોલર ટેરીફનો ભાવ 1.99 રૂપિયા પ્રતિ યૂનિટ અને પવન એનર્જીનો ભાવ 2.43 રૂપિા પ્રતિ યુનિટ છે, ભારચે 2022 સુધી 175 ગીગા વોટની રિન્યૂવેબલ ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં 100 ગીગાવોટ સોલર પ્લાન્ટ છે.

15 દિવસની અંદર ઓપન એક્સેસ એપ્લીકેશન પ્રોસેસ થશે

સૂચિત ગ્રીન ટેરિફ પરંપરાગત બળતણ સ્રોત કરતાં સસ્તું હશે. સિંહે કહ્યું હતું કે નવા નિયમથી નક્કી થઈ શકશે કે જો કોઈ ઉદ્યોગ માત્ર ગ્રીન પાવરની માંગ કરે છે, તો પછી એક ઓપન એક્સેસ એપ્લિકેશનને પખવાડિયામાં પ્રક્રિયા કરવી પડશે. ઓપન એક્સેસ દ્વારા, 1 મેગાવોટ અથવા તેથી વધુની ક્ષમતાવાળા ઉર્જા વપરાશકારોને ઓપન બજારમાંથી ખરીદી કરવાની મંજૂરી છે. તેઓએ વધુ ખર્ચાળ ગ્રીડ પર નિર્ભર રહેવાની જરૂર નથી.

વર્ષ 2030 સુધી 817 ગીગાવોટ સુધી થશે ભારતની વીજળીની ખપત ક્ષમતા

જોકે રાજ્યની વીજળી વિતરણ કંપનીઓ પોતાના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા ક્લીન એનર્જી ડેવલોપર્સને હતોત્સાહિત કરી રહી છે. ઓપન એક્સેસ સુનિશ્ચિત કરવાનો મતલબ એ છે કે ગ્રીન ઈલેક્ટ્રિસિટીની ખપત કરવાવાળી કેપ્ટિવ ગ્રીન એનર્જી પ્લાન્ટ સેટઅપ કરી શકે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરીટીના જણાવ્યા અનુસાર 2030 સુધી ભારતની કુલ વીજળી ખપત વધીને 817 ગીગાવોટ સુધી હશે.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!