બિલના 50 ટકા પૈસા ભરતાં જ મળી જશે ગેસ સિલિન્ડર, સરકાર બદલી રહી છે નિયમો

સરકાર એવા વિકલ્પ પર વિચારી રહી છે જેનાથી રસોઈ માટે એલપીજી ગેસ સિલેન્ડર અંદાજે અડધી કિંમત ચુકવીને ગ્રાહક લઈ શકશે. અત્યારે યૂપીમાં  ગ્રાહકો પાસેથી એક ગેસ સિલેન્ડરના અંદાજે 937 રૂપિયા લેવામાં આવે છે. પછી સબસીડીના અંદાજે 434 રૂપિયા ગ્રાહકોને ખાતામાં પાછા આપી દેવામાં આવે છે. ઘણા ગ્રાહકોને સિલેન્ડર લેતી વખતે 900 રૂપિયાથી વધુ ચુકવવા ભારે લાગે છે. દેશના અમુક વિસ્તારમાં ગેસ સિલેન્ડરનો ભાવ એક હજાર રૂપિયાની પાર પહોંચી ગયો છે.

સરકાર દ્વારા વિચારવામાં આવી રહ્યુ છે કે સબસીડીની સીધી રકમ સરકાર દ્વારા ગેસ કંપનીના ખાતામાં જમા કરાવી દેવામાં આવે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે.  જો આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તો ગ્રાહકે અંદાજે 500 રૂપિયા જ ગેસ સિલેન્ડર લેતા સમયે આપવા પડશે. સરકાર દ્વારા લેવામાં આવનારા આ નિર્ણય અંગે એક સરકારી અધિકારીએ જણાવ્યુ  હતુ કે સ્રકારના આ નિર્ણય પછી ગ્રાહકે માત્ર ગેસ સિલેન્ડરની સબસીડીની જ રકમ ચુકવવી પડશે. તેમણે જણાવ્યુ કે નવા નિયમ અંતર્ગત ગેસ સિલેન્ડર બુક કરાવતા ગ્રાહકના મોબાઈલ પર એક મેસેજ મોકલવામાં આવશે. જ્યારે સિલેન્ડર મળે ત્યારે તે કોડ બતાવવો પડશે.

સબસિડીના પૈસા કંપનીમાં જમા થશે

ડિલિવરી કરનાર  ગ્રાહકના કોડને સોફ્ટવેરમાં અપડેટ કરી દેશે. આ પ્રક્રિયા પછી ગ્રાહક દ્વારા ત્યાર સુધી આપવામાં આવતા સબસિડીના પૈસાને સરકાર ડાયરેક્ટ કંપનીના ખાતામાં જમા કરી દેશે. સરકાર દ્વારા નવા નિયમને લાગુ કરવાની શરૂઆત ઉજ્જ્વલા યોજનામાં કનેક્શન મેળવનાર લોકોથી કરશે. તેની પાછળ સરકાર દ્વારા એવુ કારણ દર્શાવવામાં આવી રહ્યુ છે કે આ કનેક્શન લેનાર લોકોને એકી સાથે એક હજાર રૂપિયા ચુકક્વવામાં મુશ્કેલી પડી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter