દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક હતી. આ લહેરમાં સંખ્યા બંધ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જવાબમાં મોટું નિવેદન આપ્યું છે કે જેટલા પણ લોકોની મોત કોરોના વાયરસથી થઈ છે તે તમામના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે. સહાયતાની આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રીલીફ ફંડથી પીડિતોના પરિજનોને આપશે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે NDRF સંસ્થાે આજે સુપ્રીમ કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને કોરોના સંબધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.

કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. નિયમ મુજબ, કુદરતી આફતને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવે છે. પરંતુ, જે પ્રમાણમાં કોરોનાને કારણે લોકોના મૃત્યુ થયા છે ત્યાર બાદ કેન્દ્ર સરકારે વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટનું દબાણ
કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત