GSTV

મોદી સરકાર આપશે ઝટકો: આ સરકારી અધિકારીઓને બળજબરીથી કરી દેશે નિવૃત, થઇ ગયું છે લિસ્ટ તૈયાર

કેન્દ્ર સરકારે લાંબા સમયથી મંત્રાલયો અને વિભાગોમાં બેઠેલા ભ્રષ્ટ અને નીરસ અધિકારીઓની સેવા પર કાતર ચલાવવા માટે એક લાંબી સૂચિ તૈયાર કરી રહી છે. આ અધિકારીઓ એવા છે કે જેમની પચાસ વર્ષની વય વધુ હોય અને કામગીરીમાં ઉપયોગી ન હોય તેમને સીસીએસ (પેન્શન) નિયમો -1979 નિયમના એફઆર 56 (જે) / નિયમો -48 હેઠળ બળજબરીથી નિવૃત્તિ આપવામાં આવશે.

ભ્રષ્ટ અધિકારીઓનો રિપોર્ટ મગાવ્યા

જેમાં એ, બી અને સી કેટેગરીના અધિકારીઓ શામેલ છે. આ અધિકારીઓના રિપોર્ટ તમામ કેન્દ્રીય સંસ્થાઓ પાસેથી માંગવામાં આવ્યા હતા. આ અધિકારીઓની ફાઇલો કોરોના સંક્રમણ દરમિયાન આગળ વધી શકી ન હતી. કારણ એ હતું કે તે સમયે આ બાબતો માટે પ્રતિનિધિત્વ સમિતિની રચના થઈ શકી ન હતી. હવે કેન્દ્ર સરકારે નવી સમિતિની રચના કરી છે.

જો આક્ષેપો સાચા સાબિત થશે તો, ઘરભેગા થવુ પડશે

તેમાં બે આઈ.એ.એસ. અધિકારીઓ અને કેડર કંટ્રોલિંગ ઓથોરિટીના એક સભ્યનો સમાવેશ કર્યો છે.સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) 1972 ના નિયમ 56 (જે) હેઠળ, જે અધિકારીઓ 30 વર્ષની સેવા પૂર્ણ કરી હોય અથવા 50 વર્ષની વય સુધી પહોંચ્યા છે તેમને ફરજિયાત રિટાયર્ડ કરી શકે છે. સંબંધિત વિભાગના આ અધિકારીઓના અહેવાલમાં ભ્રષ્ટાચાર, અસમર્થતા અને અનિયમિતતાના આક્ષેપો જોવા મળ્યા હશે તેમનું તો આવી જ બનશે.જો આક્ષેપો સાચા સાબિત થાય તો અધિકારીઓને નિવૃત્તિ લેવાની ફરજ સરકાર પાડશે. આવા અધિકારીઓને નોટિસ આપીને અને ત્રણ મહિનાના પગાર અને ભથ્થા આપીને ઘરે મોકલી દેશે.

રાજ્ય સરકાર પણ એક્શનમાં આવશે

હવે જલ્દીથી ભ્રષ્ટ,અક્ષમ અને નિરસ અધિકારીઓની યાદીને તૈયારી થઈ ગઈ છે. આ અધિકારીઓના અગાઉના રિપોર્ટ જોતા તેમને બળજબરીપૂર્વક રિટાયરમેન્ટ આપવાનો નિર્ણય થઈ શકે છએ. બે વર્ષથી આવા અધિકારીઓનો વર્ક રિપોર્ટ દર ત્રીજા મહિને મંગાવામાં આવે છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ પોતાના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે યુપી સરકારે આવા જ લગભગ છસો અધિકારીઓને હટાવી દીધા હતા.

કેન્દ્ર સરકારે હવે નવી રિપ્રેઝન્ટેશન સમિતિની રચના કરી છે જેમાં ગ્રાહક બાબતોના વિભાગના સચિવ લીના નંદન અને કેબિનેટ સચિવાલયમાં જે.એસ.આશુતોષ જિંદલનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ વરિષ્ઠ આઈએએસ ડો.પ્રીતિ સુદાન અને રચના શાહની જગ્યાએ આવ્યા છે.

કેન્દ્ર સરકાર સિસ્ટમમાં સુધારો કરવા માગે છે

કેન્દ્રીય નાણાં મંત્રાલયે તેના 27 વરિષ્ઠ અધિકારીઓને બળજબરીથી નિવૃત્તિ પર મોકલ્યા હતા. દિલ્હી, હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર, અસમ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્રની તર્જ પર તેમના રાજ્યોમાં ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કેન્દ્ર સરકાર આ પગલાંથી હાલની સિસ્ટમમાં સુધારો કરવા માંગે છે.

આવી ઘણી યોજનાઓ છે, જે અધિકારીઓની બેદરકારીને કારણે સમયસર પૂર્ણ થતી નથી. આ જ કારણ છે કે હવે કેન્દ્ર સરકાર અકાળ અને ભ્રષ્ટ અધિકારીઓને અકાળે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) 1972 ના નિયમ (56 (જે) હેઠળ નિવૃત્ત કરી રહી છે.

અધિકારીઓની દરેક પ્રવૃતિ પર રાખશે નજર

વિભાગોમાં આવા અધિકારીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને કામગીરી પર નજર રાખવા માટે કેન્દ્રીય તકેદારી કમિશનર અને અન્ય દેખરેખ સમિતિઓ દ્વારા સંપૂર્ણ મદદ લેવામાં આવી રહી છે. આવા કેસો માટે કેન્દ્રીય તકેદારી આયોગમાં અધિકારીઓની એક અલગ ટીમ બનાવવામાં આવી છે. એલજી અનિલ બૈજલે દિલ્હીમાં ભ્રષ્ટ અધિકારીઓની બળજબરીથી નિવૃત્તિ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

READ ALSO

Related posts

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ભારત માટે ચિંતા વધી : કોરોના મટી ગયો તેમને સાવ નવા ખતરનાક સ્વરૂપે લાગી રહ્યો છે ચેપ, રસી કામ કરશે કે કેમ તે શંકા

Dilip Patel

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!