GSTV

રામ મંદિર પર ચૂકાદા પહેલા રાજ્યોને સતર્ક રહેવા કેન્દ્રની તાકીદ : અયોધ્યામાં 4,000 જવાન ખડક્યા

રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ કેસના ચૂકાદાની તારીખ નજીક આવી રહી છે તેમ સમગ્ર દેશમાં વાતાવરણ ગંભીર બની રહ્યું છે. વડાપ્રધાનથી લઈને સૃથાનિક તંત્ર સુધી બધાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે. દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે અયોધ્યામાં તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ચૂકાદા પહેલા અયોધ્યામાં ડ્રોન મારફત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી સૃથાનિક તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા તાકીદ કરી છે. વધુમાં કેન્દ્ર સરકારે સીઆરપીએફના 4,000થી વધુ જવાનોને અયોધ્યામાં ખડક્યા છે.

સમગ્ર દેશવાસીઓની નજર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર છે ત્યારે અયોધ્યામાં સૃથાનિક તંત્ર શાંતિ જાળવવા માટે કટિબદ્ધ છે. કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે તંત્રે અનેક પીસ કમીટીઓ બનાવી છે.આ સમિતિઓમાં સામેલ લોકોને જિલ્લાના ગામોમાં જઈને લોકો શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની અપીલ કરી રહ્યા છે. બહારના જિલ્લાઓમાં ડઝનની સંખ્યામાં અસૃથાયી જેલો બનાવવામાં આવી છે.અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને સુન્ની વકફ બોર્ડ સહિત અનેક મુસ્લિમ સંગઠનોએ મુસ્લિમોને શાંતિ જાળવવા અને અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા માટે અપીલ કરી છે.  સ્કૂલો અને ખાનગી ઈમારતોમાં અસૃથાયી જેલો ઊભી કરાઈ છે. અયોધ્યાના દરેક વિસ્તારમાં ફોર્સ નિયુક્ત કરાઈ છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના ચૂકાદાને ધ્યાનમાં લેતાં ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. બધા રાજ્યોને ચૂકાદા અંગે એલર્ટ રહેવા આદેશ અપાયો છે.સૂત્રો મુજબ વધારાની સલામતી માટે ગૃહમંત્રાલયે આૃર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે. આ 40 કંપનીઓમાં 4,000 પેરા મિલિટ્રી ફોર્સના જવાન સામેલ છે. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે  40 દિવસની મેરેથોન સુનાવણી બાદ 18 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17મી નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી આ પહેલાં આ કેસમાં ચૂકાદો આવી જશે.

આ માટે સુપ્રીમ કોર્ટ પાસે હવે બહુ ઓછો સમય બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટ કયા દિવસે ચૂકાદો આપશે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક સૂત્રોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ 8મી નવેમ્બરે શુક્રવારની નમાજ પછી બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂકાદો આપી શકે છે. જોકે, આ સંભાવનાઓ ખૂબ જ ઓછી છે.કારણ કે હાલ સુપ્રીમ કોટેના સુરક્ષા વિભાગ એટલે કે દિલ્હી પોલીસના અિધકારીઓ મુજબ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષા વ્યવસૃથા સઘન બનાવવા અંગે કોઈ આદેશ આૃથવા સંદેશ આપ્યો નથી. સૂત્રો મુજબ ચૂકાદાના બેથી ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટની ચારે બાજુ બે કિ.મી. વિસ્તારમાં સલામતી વ્યવસૃથા સખત કરી દેવાશે.

બીજીબાજુ કેટલાક લોકોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની વિશેષ બેન્ચ મંગળવાર એટલે કે 12 નવેમ્બર પછી આ કેસમાં ચૂકાદો સંભળાવશે. એટલે કે 13થી 16 નવેમ્બર વચ્ચે ચૂકાદો આવી શકે છે. કોર્ટના કેલેન્ડર મુજબ કોર્ટમાં 12 નવેમ્બર સુધી રજા છે. પછી કાર્તિક પૂર્ણિમા પછી કોર્ટ 13, 14 અને 15 નવેમ્બરે ખુલશે.16 નવેમ્બરે શનિવાર અને 17મીએ રવિવાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રવિવારે નિવૃત્ત થવાના છે. 18મીએ નવા ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. આમ કોર્ટ માટે ચૂકાદો સંભળાવવા 13, 14 અને 15મી તારીખ બચે છે. આ દિવસોમાં અયોધ્યા ઉપરાંત અન્ય કેટલાક મહત્ત્વના કેસોના પણ ચૂકાદા આવવાના છે.

ચૂકાદામાં ન્યાયાધીશોના મત અલગ અલગ હશે તો શું

અયોધ્યાના ચૂકાદા અંગે કેટલાક લોકોની દલીલ છે કે પાંચ જજોના મતમાં વધુ તફાવત નહીં હોય અને ટેકનિકલ અવરોધો નહીં હોય તો ચૂકાદો બપોરે 12 વાગ્યા પછી આવશે. મતભેદ ઊંડા હશે તો ચૂકાદો વહેલા પણ આવી શકે છે. ચૂકાદા પછી બે-ત્રણ દિવસ અનામતના રાખવામાં આવી શકે છે, જેથી આ બેન્ચ પુનર્વિચાર અરજીઓ પર વિચાર કરી શકે.જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જજોના મતમાં વધુ તફાવત હોવાથી મોટો ફરક નહીં પડે, કારણ કે જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી પણ પીઠમાં પાંચમાંથી ચાર જજ યથાવત્ રહેશે. આ પીઠમાંથી જ જસ્ટીસ બોબડે આગામી જસ્ટીસ બની રહ્યા હોવાથી પુનર્વિચાર અરજીઓ આવે તો તે બેન્ચમાં અન્ય એક જજને નોમિનેટ કરીને નવી બેન્ચ સાથે સુનાવણી કરી શકે છે.

કાર્તિક પૂર્ણિમા પછી લાખો ભક્તો અયોધ્યામાં ઉમટશે

અયોધ્યામાં અત્યારે ચૌદ કોસી પરિક્રમા ચાલી રહી છે. મંગળવારથી શરૂ થયેલી 42 કિ.મી.ની આ પરિક્રમામાં શુક્રવાર સુધીમાં અંદાજે 20થી 30 લાખ સુધી શ્રદ્ધાળુઓનું આગમન થશે. ત્યાર પછી કાર્તિક પૂર્ણિમાએ પાંચ કોસી પરિક્રમા એટલે કે 15 કિ.મી.ની પરિક્રમામાં પણ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં ઉમટી પડશે. ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર ઝાએ કહ્યું કે, વર્તમાન સમયમાં અયોધ્યામાં કોઈપણ ભક્તને પૂજાની મંજૂરી નહીં અપાય.  અયોધ્યામાં 20મી નવેમ્બર સુધી ભક્તોની ભારે ભીડ રહેશે.

READ ALSO


Related posts

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

Kaushik Bavishi

ટેલિકોમ ક્ષેત્રની આ દિગ્ગજ કંપની 51000 કરોડની ખોટમાં, જણાવ્યું કે જો સરકાર મદદ નહી કરે તો…

pratik shah

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!