GSTV

મોદી સરકારની તિજોરીઓ થઈ ખાલી/ જરૂરી ખર્ચા પુરા કરવા માટે લેશે 4.30 લાખ કરોડની લોન, ઉધારી લેવાની મર્યાદા પણ વધારી

નાણા મંત્રાલયે બુધવારે કહ્યું કે સરકાર કોવિડ-19ના સંકટ વચ્ચે ખર્ચાની જરૂરીયાતોને પૂરી કરવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં બીજા છ માસિકમાં 4.64 લાખ કરોડ રૂપિયાની લોન લેશે. આર્થિક મામલાના સચિવ તરૂણ બજાજે કહ્યું કે, સરકાર ચાલુ નામાકીય વર્ષણાં 12 લાખ કરોડ રૂપિયા લોન લેવાનું લક્ષ્યાંક ઉપર અડીખમ છે.તેણે કહ્યું કે, સરકારને સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા પહેલા છ માસિકમાં 7.66 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને હવે બાકીના 4.34 લાખ કરોડ રૂપિયા ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિકમાં લેવામાં આવશે.

પાછલા છ માસિકમાં 7.66 કરોડ રૂપિયાની લીધી હતી લોન

સરકારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં કુલ 6.98 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેમાંથી 58 ટકા ડેટેડ સિક્યુરિટીના માધ્યમથી એકઠી કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. તેથી ઉલટુ સરકારે એપ્રિલ સપ્ટેબર દરમયાન 7.66 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે.

બજેટમાં કેટલી લોન લેવાનું રાખ્યું હતું લક્ષ્યાંક

સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જરૂરી રકમ પુરી કરવા માટે લેવામાં આવેલી ઉધારી સીમા વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2020-21માં બજારમાંથી કુલ 7.80 લાખ રૂપિયાની લોન લેવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તે 2019-20માં લેવામાં આવેલા 7.1 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.

બજેટમાં રાજકોષીય ખોટનું લક્ષ્ય 3.5 ટકા

સરકારે રાજકોષીયને પુરૂ કરવા માટે ડેટેડ સિક્યુરિટી અને ટ્રેઝરી બિલોના માધ્યમથી બજારમાંથી લોન લીધી હતી. બજેટમાં રાજકોષીય ખોટ જીડીપી 3.5 ટકા રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષમાં 3.8 ટકાના પ્રમાણમાં ઓછું છે.

Related posts

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

Pravin Makwana

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!