GSTV
Home » News » રફાલ મુદ્દે તપાસની રિવ્યૂ પિટિશનની સુનાવણી વેળાએ સુપ્રીમમાં આ થયો ખુલાસો

રફાલ મુદ્દે તપાસની રિવ્યૂ પિટિશનની સુનાવણી વેળાએ સુપ્રીમમાં આ થયો ખુલાસો

rafale deal scam

રફાલ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે, જે દરમિયાન બુધવારે જ્યારે આ મામલે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સરકારે કહ્યું હતું કે રફાલ ડીલ સંબંધી ડોક્યુમેન્ટ્સ ચોરી થઇ ગયા છે. સંરક્ષણ મંત્રાલયમાંથી આ ડોક્યુમેન્ટ ચોરી થઇ ગયા હોવાનો દાવો સરકારે કર્યો છે.

સાથે સરકારે આ ડોક્યુમેન્ટ્સ જે અખબારમાં પ્રકાશીત થયા છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત ત્રણ જજોની બેંચને જણાવ્યું હતું કે જે ડોક્યુમેન્ટ્સ ચોરી થયા છે તે સમગ્ર મામલે તપાસ જારી છે. 

પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહા, અરુણ શૌરી અને પ્રશાંત ભુષણે રફાલ કરારોમાં કૌભાંડ થયું છે અને તપાસ કરવામાં આવે તેવી માગ સાથે અરજીઓ કરી છે. આ મામલે અન્ય અનેક અરજીઓ થઇ છે જેની સંયુક્ત રીતે સુનાવણી ચાલી રહી છે.

દરમિયાન જ્યારે દલિલ ચાલી રહી હતી ત્યારે એડવોકેટ પ્રશાંત ભુષણે એક અખબારના આર્ટિકલને ટાંકીને દલીલો કરી હતી, ત્યારે જવાબમાં સરકાર વતી દલીલ કરતા એટર્ની જનરલે કહ્યું હતું કે આ અખબારે જે ડોક્યુમેન્ટ્સના આધારે આ દાવા કર્યા છે તે ડોક્યુમેન્ટ્સ ચોરી થઇ ગયા છે. સંરક્ષણ મંત્રાલયમાંથી જ આ ડોક્યુમેન્ટ્સ ચોરાયા છે અને તેની તપાસ ચાલી રહી છે. 

જોકે ડોક્યુમેન્ટ્સ ચોરાયા અંગે હજુસુધી કોઇ પણ પ્રકારની એફઆઇઆર દાખલ નથી કરવામાં આવી તેમ પણ સરકારે જણાવ્યું હતું. જોકે જે અખબારે આ ડોક્યુમેન્ટ્સની માહિતી જારી કરી દીધી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સરકારે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સામસામે જે હવાઇ હુમલા થયા તેને લઇને પણ માહિતી આપી હતી, જેમાં સરકારે એવી દલીલ કરી હતી કે પાકિસ્તાનના વિમાન એફ-૧૬ સામે લડવા માટે રફાલ વિમાનની ભારતને વધુ જરુર છે. આ મામલે હવે રિવ્યૂ પીટીશનની સુનાવણી સુપ્રીમ કોર્ટ આગામી ૧૪મી માર્ચે કરશે. 

દરમિયાન જ્યારે કોર્ટમા ંદલીલો ચાલી રહી હતી ત્યારે સરકારે કહ્યું હતું કે અખબારે ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ભંગ કરીને આ ડોક્યુમેન્ટ્સ છાપ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યંુ હતું કે જો રફાલમાં કૌભાંડ થયું હશે તો શું સરકાર આ ભ્રષ્ટાચારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ છુપાવવા માગે છે? હું નથી કહેતો કે ભ્રષ્ટાચાર થયો જ છે પણ કદાચ થયો હોય તો શું સરકાર ઓફિશિયલ સિક્રેટ એક્ટની પાછળ છુપાઇ જવા માગે છે?

જોકે જવાબમાં સરકારે કહ્યું હતું કે આ મામલો ન્યાયપાલિકા બહારનો છે. દરમિયાન જસ્ટિસ કેએમ જોસેફે એક મોટું નિવેદન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે જો ખરેખર રફાલમાં ભ્રષ્ટાચાર થયો હશે તો તપાસ પણ થશે જ. અને પુરાવાની પણ તપાસ થશે. 

Related posts

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

Karan

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!