કેન્દ્ર સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારો પાસેથી રિપોર્ટ માંગ્યા છે. દેશમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. જો કે, રાજ્યો પાસેથી રિપોર્ટ મેળવવાનો બાકી છે. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ આ બાબતે જણાવ્યું કે રાજ્ય સરકારો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (SDRF)ના ભંડોળનો ઉપયોગ કરી રહી છે.

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડમાથી ખેડુતોને વળતર આપશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે પણ નુકસાન થયું છે. અમે રાજ્ય સરકારો તરફથી નુકસાન અંગેના રિપોર્ટ મળ્યા નથી. જો રાજ્ય સરકારો નુકસાન અંગેના મૂલ્યાંકન કરાવ્યા બાદ તેના રિપોર્ટ જમા કરાવશે, તો કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ (NDRF) હેઠળ વળતર આપશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા છે.
21 માર્ચે ઉત્તરાખંડમાં તોફાન, વીજળી, જોરદાર પવન અને કરા પડવાની સંભાવના
હવામાન વિભાગે 20 માર્ચેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ, વીજળી, ભારે પવન અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સાથે આવતી કાલે 21 માર્ચે ઉત્તરાખંડમાં તોફાન, વીજળી, જોરદાર પવન અને કરા પડવાની શક્યતા દર્શાવી છે.

પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ખેડૂતોને થોડા દિવસો પહેલા કમોસમી વરસાદની ચેતવણી આપી હતી
આ પહેલા ગત શનિવારના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD)એ પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ખેડૂતોને આગામી થોડા દિવસોમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઘઉં અને અન્ય રવિ પાકની લણણી બંધ રાખવાની સલાહ આપી હતી. IMDએ કેટલાક રાજ્યોના ખેડૂતોને સલાહ આપી છે કે પાકી ગયેલા પાક અંગે તેઓ વહેલી તકે સરસવ અને ચણા જેવા પાકની લણણી કરે અને તેને સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરી દે તેવી વાત કહી હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો