GSTV

મોદી સરકારનો બિંદાસ જવાબ: પીએમ કેયર્સ ફંડ RTI અંતર્ગત આવતું નથી, આ કોઈ સરકારી સંપતિ નથી, નહીં મળે જાણકારી

Last Updated on September 23, 2021 by Pravin Makwana

કોરોના જેવી મહામારી અથવા ઈમરજન્સી સ્થિતીમાં લોકોની મદદ માટે બનાવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ ભારત સરકારનો ભાગ પણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલુ છે. આ રાહત કોષમાં આવતી રમક ભારત સરકારની સંચિત નિધિમાં નથી આવતી. હકીકતમાં આ ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સમ્યક ગંગવાલે એક આરટીઆઈ દાખલ કરી હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે, પીએમ કેયર્સ ફંડને રાજ્યોને આપવામાં આવે અને પારદર્શિતા બનાવવા રાખવા માટે આરટીઆઈ અંતર્ગત લાવવામાં આવે.

રૂપાણી

આ અરજી પર કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલયે દિલ્હી હાઈકોર્ટમાં જાણકારી આપી છે કે, પીએમ કેયર્સ ફંડને ન તો માહિતી અધિકાર (RTI) ના દાયરામાં પબ્લિક અથોરિટી તરીકે લાવી શકાય છે, અને ન તો તેને રાજ્યો તરીકે સૂચીબદ્ધ કરી શકાય છે. પીએમઓમાં અધિક સચિવ પ્રદીપ શ્રીવાસ્તવે કોષને લઈને કોર્ટમાં જાણકારી આપી છે કે, ટ્રસ્ટ એકદમ પારદર્શિતા સાથે કામ કરી રહ્યુ છે. આ ફંડનું ઓડિટ એક ઓડિટર દ્વારા કરવામાં આવે છે. કોષમાં પારદર્શિતા બનાવી રાખવા માટે આ ટ્રસ્ટને મળેલા ધન અને તેનું આખુ વિવરણ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.

મોદી

તેમણે અરજીના જવાબમાં જણાવ્યુ છે કે, ટ્રસ્ટને જે પણ દાન મળે છે તે ઓનલાઈન, ચેક અથવા તો ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા મળે છે. ટ્ર્સ્ટ આ ફંડમાંથી જે ખર્ચા કરે છે, તે વેબસાઈટ પર અપલોડ કરે છે.

સમ્યક ગંગવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયુ છે કે, પ્રધાનમંત્રી દ્વારા માર્ચ 2020માં કોવિડ મહામારીને ધ્યાને રાખીને દેશના નાગરિકો પાસેથી છૂટા હાથે દાન કરવા માટે પીએમ કેયર્સ ફંડ બનાવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં દાન આવ્યુ પણ છે. આ અરજીમાં કહેવાયું છે કે, ટ્રસ્ટને લઈને ડિસેમ્બર 2020માં પીએમ કેયર્સ ફંડની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી હતી કે, આ સંવિધાન અથવા સંસદ દ્વારા બનાવામાં આવેલા કોઈ કાયદાને અંતર્ગત આવતું નથી. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે, પીએમ કેયર્સ ફંડની પોતાની વેબસાઈટના ડોમેનમાં govનો ઉપયોગ કરતા રોકવા જોઈએ.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!