GSTV

ઝટકો/ ભારતમાં કોરોનાની બીજી લહેર માટે મોદી સરકાર જવાબદાર, વારંવાર ચેતવણીઓ છતાં નિષ્ક્રીય રહી

Last Updated on May 10, 2021 by Bansari

ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ વિનાશક બની રહી છે. તેને કારણે દેશમાં કોરોનાથી થતાં મોત અને નવા કેસ નવી વિક્રમી ઊંચાઈ પહોંચી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેણે વારંવારની ચેતવણીઓની અવગણના કરી હતી. અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટના તંત્રીલેખ મુજબ આઈસીએમઆરે સીરો-સર્વેલન્સમાં દેશની માત્ર ૨૧ ટકા વસતી કોરોનાથી એક્સપોઝ થઈ હોવાનું દર્શાવાયું હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતે ‘કોરોનાને હરાવી દીધો’ હોવાની જાહેરાત કરી દીધી હતી. આઈસીએમઆરે પણ કહ્યું કે ભારતમાં કોરોનાની વકરતી સ્થિતિ માટે કેન્દ્રે જવાબદારી સ્વીકારવી જોઈએ.

અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટે ભારતમાં કોરોનાની બીજી લહેરના ફેલાવા માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું છે. મેડિકલ જર્નલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારી છતાં દેશમાં વ્યાપક સ્તરે કુંભમેળા જેવા ધાર્મિક અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં જંગી રેલીઓ થવા દીધી. વધુમાં ભારતમાં રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના સીરો-સર્વેલન્સના સંશોધનમાં જણાવાયું હતું કે, દેશની માત્ર ૨૧ ટકા વસતી જ વાઈરસના ચેપથી એક્સપોઝ થઈ હતી આમ છતાં સરકારે એવી છાપ ઊભી કરી જાણે ભારતે કોરોનાને હરાવી દીધો છે.

અનેક ચેતવણીઓ છતાં દેશમાં સુપરસ્પ્રેડર કાર્યક્રમોના આયોજનોને સરકારે મંજૂરી આપી દીધી. કુંભમેળા જેવા આ ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર દેશમાંથી લાખો લોકોએ ભાગ લીધો. ઉપરાંત રાજકીય રેલીઓમાં પણ લાખો લોકો ઉમટી પડયા. ઉપરાંત ભારતનો રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. દેશમાં બે ટકાથી પણ ઓછી વસતીને રસી આપી શકાઈ હતી તેમ મેડિકલ જર્નલે જણાવ્યું હતું.

વધુમાં જર્નલમાં કહેવાયું હતું કે, દેશમાં માર્ચના પ્રારંભમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ તે પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી દીધી કે ભારતમાં કોરોના મહામારીનો અંત શરૂ થઈ ગયો છે. પરીણામે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈન ઉદ્ભવ્યા હોવાની વારંવારની ચેતવણીઓ છતાં કેન્દ્ર સરકારમાંથી એવી છબી ઊભી થઈ કે ભારત કોરોના સામે જીતી ગયું છે. કોરોના સામે ભારતની જીત ઉપરાંત દેશ હર્ડ ઈમ્યુનિટીમાં પહોંચી ગયો છેના ખોટા દાવાઓ તેમજ અપૂરતી તૈયારીઓના કારણે લોકો બેદરકાર બની ગયા અને લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું નેવે મુકી દીધું.

કોરોના

આઈસીએમઆરના એપીડેમિઓલોજી વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. લલિત કાંતે જણાવ્યું હતું કે, લાન્સેટ જર્નલનો અહેવાલ તદન સાચો છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ. લાન્સેટ જર્નલનો આ અહેવાલ એવા સમયે પ્રકાશિત થયો છે જ્યારે દેશમાં સતત પાંચમા દિવસે કોરોના મહામારીથી દૈનિક ચાર લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને સતત બીજા દિવસે ચાર હજારથી વધુના મોત થયા છે.

Read Also

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!