GSTV

મોદી સરકારે રાજ્યોને આપી ક્રિસમસની સૌથી મોટી ભેટ : 35,298 કરોડ રૂપિયા ચૂકવ્યા, ગુજરાતને પણ મળી રાહત

GST કોમ્પન્સેશનમાં વિલંબ બદલ રાજ્યો તરફથી આકરાં પ્રહારોનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે ધૂંટણીયે પડી છે. આજે કેન્દ્ર સરકારે તાબડતોબ રૂ. 35298 કરોડનું GST વળતર ચૂકવીને રાજ્યોને સુખદ આંચકો આપ્યો છે.  GST કાઉન્સિલની આગામી બેઠકમાં રાજ્યો દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવી શકે તેવી સંભાવના હતી. જેમાં ખાસ કરીને વિપક્ષ શાસિત રાજ્યોએ GST કોમ્પન્સેશનમાં વિલંબ બદલ કેન્દ્ર સરકાર ઉપર આપેક્ષો કર્યા છે. 

એક કાર્યક્રમમાં દેશના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું કે, જીએસટી ક્લેક્શનમાં ગાબડું પડવાને લીધે રાજ્યોને રકમની ચૂકવણી કરવામાં વિલંબ થઇ રહ્યું હોવાનું સ્વીકાર્યું છે.  તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યોની સરકાર જીએસટીની આવક વધારવાનો પ્રયત્ન કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, પૂર અસરગ્રસ્ત રાજ્યોમાં GST રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો હોવાને લીધે રાજ્યોને GST કમ્પોન્સેશનમાં વિલંબ થઇ રહ્યો છે.

જીએસટી રેટમાં ફેરફાર મુદ્દે સિતારમને કહ્યું કે, તેમની ઓફિસને બાદ કરતા તમામ સ્થળોએ GST રેટમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે. વધુમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે GST ક્લેક્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા ઓછી છે. નોંધનિય છે કે, આગામી 18મી ડિસેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠક યોજાઇ રહી છે જેમાં GST ક્લેક્શન ઘટવાનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. 

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!