GSTV
Business India News Trending

GST Compensation: ભારત સરકારે રાજ્યોને આપ્યા 44 હજાર કરોડ રૂપિયા, જોઈ લો ગુજરાત સરકારને કેટલા મળ્યા રૂપિયા

GST

કેન્દ્ર સરકારે રાજ્યોને 44 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. નાણા મંત્રાલયે કહ્યું કે, આ રકમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાહત આપતા GST વળતરની અછતને પહોંચી વળવા બેક-ટુ-બેક લોન સુવિધા હેઠળ આપવામાં આવી છે. આ પહેલા 15 જુલાઈ 2021ના રોજ 75,000 કરોડ રૂપિયા અને 7 ઓક્ટોબરે 40 હજાર કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા હતા. આ ચાલુ નાણાકીય વર્ષમાં GST વળતર સામે બેક ટુ બેક લોન તરીકે જાહેર કરાયેલ કુલ રકમ રૂ. 1,59,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ રિલીઝ સામાન્ય GST વળતર ઉપરાંત છે જે વાસ્તવિક સેસ કલેક્શનમાંથી દર 2 મહિને બહાર પાડવામાં આવે છે.

gst

GST કાઉન્સિલની 43મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

28.05.2021ના રોજ યોજાયેલી 43મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, તે 2021-22માં 1.59 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક-થી-એક ધોરણે જારી કરવામાં આવશે. આ રકમ નાણાકીય વર્ષ 2020-21માં સમાન સુવિધા માટે અપનાવવામાં આવેલા સિદ્ધાંતો અનુસાર છે, જ્યાં સમાન વ્યવસ્થા હેઠળ રાજ્યોને 1.10 લાખ કરોડની રકમ જાહેર કરવામાં આવી હતી.

કયા રાજ્યને કેટલી રકમ આપવામાં આવી (કરોડમાં છે અહીં આપેલા રકમ)

  • આંધ્ર પ્રદેશ-905.59
  • આસામ-490.76
  • બિહાર -1885.69
  • છત્તીસગઢ -1374.02
  • ગોવા- 234.28
  • ગુજરાત -3,608.53
  • હરિયાણા-2045.79
  • હિમાચલ -પ્રદેશ 745.95
  • ઝારખંડ -687.76
  • કર્ણાટક -5010.90
  • કેરળ- 2418.49
  • મધ્ય પ્રદેશ- 1940.20
  • મહારાષ્ટ્ર -3,814.20
  • મેઘાલય- 39.18
  • ઓડિશા-1779.45
  • પંજાબ- 3357.48
  • રાજસ્થાન- 2011.42
  • તમિલનાડુ -2,240.22
  • તેલંગાણા- 1264.78
  • ત્રિપુરા -111.34
  • ઉત્તર પ્રદેશ- 2252.37
  • ઉત્તરાખંડ -922.30
  • પશ્ચિમ બંગાળ- 1778.16
  • કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી -1713.34
  • કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર- 1064.44
  • કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી -303.56

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla
GSTV