GSTV
Home » News » જીએસટીમાં મળશે હવે મોટી રાહત, આ ચૂંટણી પહેલા થશે જાહેરાત

જીએસટીમાં મળશે હવે મોટી રાહત, આ ચૂંટણી પહેલા થશે જાહેરાત

કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય જનતાને જીએસટીના દરમાં મોટી રાહત આપવા જઇ રહી છે. જેનો સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે સરકાર ટૂંક સમયમાં 28 ટકા સ્લેબમાં 1 ટકા આઇટમ રાખશે.

મોદીએ કહ્યું કે આપણા દેશમાં દાયકાઓથી જીએસટીની માંગ હતી. આજે અમે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે જીએસટી લાગુ થયા બાદ બજારની વિસંગતતાઓ દૂર થઇ રહી છે અને સિસ્ટમની કાર્યક્ષમતા વધી રહી છે. અર્થવ્યવસ્થામાં પારદર્શિતાની તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ.

99 ટકા આઇટમ 18 ટકા અને નીચે સ્લેબમાં

મોદીએ કહ્યું કે તેમની સરકાર જીએસટીમાં સામેલ 99 ટકા વસ્તુઓને 18 ટકા અને તેના નીચેના સ્લેબમાં લાવવા ઈચ્છે છે. 28 ટકા સ્લેબમાં ફક્ત એવી જ વસ્તુઓ રહેશે, જેની પર વધુ ટેક્સ કપાવો જોઇએ. સરકારના આ પગલાથી લોકોને ઘણી રાહત મળશે.

જીએસટી સાથે જોડાયેલા છે 55 લાખ વ્યાપારી

મોદીએ કહ્યું કે જીએસટી લાગુ થયા પહેલા ટેક્સ આપનારા વેપારીઓની સંખ્યા ફક્ત 65 લાખ હતી, જે 1 જુલાઈ 2017 બાદથી હવે વધીને 1.20 કરોડ વધી ગઇ છે. જીએસટી લાગુ થયા બાદ 55 લાખ નવા વેપારીઓ નવી વેપારી ટેક્સ સિસ્ટમ સાથે જોડાયેલા છે.

મળી રહી છે વેપારીઓને સારી વ્યવસ્થા

મોદીએ કહ્યું કે સમાજના મહેનતુ અને ઉદ્યમી લોકો, જે બજાર સાથે જોડાયેલા છે, તેને એક સ્વચ્છ પ્રણાલી, ઈન્સ્પેક્ટર રાજથી મુક્ત વ્યવસ્થા મળી રહી છે. આખા ભારતે એક મન કરીને આટલા મોટા ટેક્સ રીફોર્મને લાગુ કરવા માટે પ્રયાસ કર્યો. આપણા વેપારીઓ અને લોકોના બહોળા મનોબળનું પરિણામ છે કે ભારત આટલો મોટો ફેરફાર કરવામાં સફળ રહ્યો છે.

વધુ સરળ થશે જીએસટી

પ્રારંભિક દિવસોમાં જીએસટી અલગ-અલગ રાજ્યોમાં વેટ અને એક્સાઇઝની જે વ્યવસ્થા હતી, તેની છત્રછાયામાં આગળ વધી રહ્યો હતો. જેમ-જેમ વિચાર-વિમર્શ શરૂ થયો, ધીરે-ધીરે તેમાં પણ ફેરફાર આવતો ગયો. અમારો મત એ છે કે જીએસટીને જેટલુ સરળ અને સુવિધાજનક કરી શકાય, તેટલુ કરવુ જોઇએ.

READ ALSO

Related posts

15 નવેમ્બરનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે જુઓ?

Dharika Jansari

પહેલી વેડિંગ એનિવર્સરી પણ રણવીર સાથે ગોલ્ડન ટેમ્પલ પહોંચી દીપિકા, ટ્રેડિશનલ લુકમાં લાગી રહી હતી ખૂબસુરત

Bansari

દૂધ છાસના ખોટા દસ્તાવેજો બનાવી ઉચાપત કરનારા પંચમહાલના પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!