મોંઘવારી ભથ્થા (DA)ની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર ટૂંક સમયમાં ભેટ આપી શકે છે. આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા માટે DAમાં હજુ વધારો થવાનો બાકી છે અને મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે સરકાર વધારાનાં મૂડમાં જોવા મળી રહી છે.

વાસ્તવમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું દેશમાં સતત ઉપભોક્તા મોંઘવારીના બોજને ઘટાડવા માટે આપવામાં આવે છે. આ વર્ષે મોંઘવારીનો દર 7 ટકાની આસપાસ રહ્યો છે, તેથી સરકાર મોંઘવારી ભથ્થાના દરમાં પણ તે જ પ્રમાણમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં, મધ્યપ્રદેશ સરકારે તેના 7.5 લાખ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 3 ટકા વધારીને 34 ટકા કર્યું છે. નવો DA ઓગસ્ટથી અમલમાં આવશે અને કર્મચારીઓને સપ્ટેમ્બરથી પગાર મળવાનું શરૂ થશે. મધ્યપ્રદેશ સરકારે આ નિર્ણય કેન્દ્રના અગાઉના DA વધારાના આધારે લીધો છે.
કેન્દ્ર ફરીથી DA વધારવા જઈ રહ્યું છે
જોકે કેન્દ્રિય કેબિનેટને અત્યાર સુધીમાં DAમાં વધારાનો નિર્ણય લઈ લેવો જોઈએ, પરંતુ વર્ષની બીજી છમાસિક માટે તેમાં મોડું થઈ રહ્યુ છે. માનવામાં આવે છે કે જલ્દી કેન્દ્રિય કર્મચારીઓ માટે પેન્શનર્સ માટે DAમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે. 2022ની જાન્યુઆરી બાદ આ બીજીવાર DAમાં વધારો કરવામાં આવશે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આ વખતે DA 3 થી 4 ટકાની વચ્ચે વધારવામાં આવશે.

હવે કેટલું થઈ જશે DA ?
કેન્દ્રીય કર્મચારીઓને અત્યારે 34 ટકા DA મળી રહ્યું છે અને જો સરકાર 4 ટકાનો વધારો કરે તો કુલ DA વધીને 38 ટકા થઈ જશે. અગાઉ, જુલાઈ 2021માં, કેન્દ્રએ DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. ઓક્ટોબરમાં, ડીએમાં ફરીથી 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જુલાઈ 2021થી તે વધીને 31 ટકા થયો હતો. જાન્યુઆરી 2022માં કેન્દ્ર સરકારે ફરીથી 3 ટકા DAની ભેટ આપી અને કુલ મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું. જો કે, હાલમાં મોટાભાગના રાજ્યોમાં માત્ર 31 ટકા ડીએ આપવામાં આવી રહ્યું છે, જ્યારે 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને 34 ટકા DA મળી રહ્યો છે.
READ ALSO:
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ