GSTV
Home » News » રાજ્યમાં મેઘાની આગોતરી જાણકારી આપશે મેઘદૂત, તમામ ઋતુમાં ખેડૂતોને મળશે સચોટ આગાહી

રાજ્યમાં મેઘાની આગોતરી જાણકારી આપશે મેઘદૂત, તમામ ઋતુમાં ખેડૂતોને મળશે સચોટ આગાહી

કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે મેધદુત એપ લોન્ચ કરાઇ છે. આ એપથી ખેડુતો આગામી દિવસના ફોરકાસ્ટની સાથે સાથે વરસાદથી પાકને નુકશાન થાય તો તેને કેવી રીતે બચાવી શકાય તે માહિતી પણ આસાનીથી મેળવી શકશે. આ એપ્લીકેશનથી ખેડૂતોને તમામ ઋતુમાં સચોટ આગાહી પ્રાપ્ત થશે. આ એપ્લીકેશન ઈન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરાઇ છે. ખાસ કરીને દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે જેના ભાગરૂપે ભારતના ઋતુચક્રને ખરાબ અસર થઈ રહી છે.

આમ તો હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરવામાં આવેલી વરસાદની આગાહીને કારણે ખેડૂતો પોતાના પાકને થનારા નુકસાનને ઘટાડી શક્યા છે..પરંતુ હવે આ એપ્લીકેશનથી ખેડૂતો જાતે જ આગામી સમયમાં થનારા વાતાવરણના ફેરફારના આસાનીથી સમજી શકશે. આ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશનની સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઈપણ વ્યક્તિ ગણતરીની મિનિટોમાં જ હવામાનની આગોતરી માહિતી મેળવી શકે છે

READ ALSO

Related posts

સાવધાન! જો મોબાઈલમાં આવે આ મેસેજ તો ચેતી જજો, તમારા બેન્ક ખાતામાંથી થશે પૈસાની ચોરી

Ankita Trada

આ જાનવરનું સૂપ પીવું ચીનાઓને પડી ગયું મોંઘુ, ફેલાઈ ગયો કોરોના વાયરસ

pratik shah

મોદી 2.0 નો મેગા પ્લાન, GST બાદ દેશમાં લાગુ થશે આ નવી ટેક્સ પદ્ધતિ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!