GSTV
Home » News » J & K : આતંકવાદને કચડવા મોદીની નવી રણનીતિ, સેના અપનાવશે આક્રમક વલણ

J & K : આતંકવાદને કચડવા મોદીની નવી રણનીતિ, સેના અપનાવશે આક્રમક વલણ

છેલ્લા કેટલાય સમયથી હિંસાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને કચડવા માટે તેમજ સ્થિતિ સામાન્ય કરવા માટે કેન્દ્રની મોદી સરકારે કમર કસી છે. કેન્દ્ગિય ગૃહ મંત્રાલયે સુરક્ષાદળોને આપેલા નિર્દેશ બાદ સુરક્ષાદળના જવાનોએ આતંકવાદીઓ સામે વધુ આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય કાશ્મીરમાં સક્રિય લશ્કર અને હિજબુલ જેવા આતંકી સંગઠનોમાં જોડાવવાનો પ્રયાસ કરતા લોકોને રોકવા માટે પણ મોટા સ્તરે પ્રયાસ કરવામાં આવશે. સુત્રોના મતે ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને કહ્યું છે કે તેઓ આતંકીઓને મળી રહેલા સ્થાનિકોના સમર્થનને પહોંચી વળવા માટે મજબૂત રણનીતિ બનાવે. ઉલ્લેખનીય છે કે આતંકીઓ સામે સુરક્ષાદળના એન્કાઉન્ટરમાં સ્થાનિકો તરફથી પથ્થરમારો કરીને અડચણો ઉભી કરવામાં આવે છે. પથ્થરમારાના કારણે આતંકીઓ બચી જાય છે અને ભાગી જાય છે.

અગાઉ ગૃહપ્રધાન રાજનાથ સિંહ સરકાર પાસે કાશ્મીર મુદ્દે કાયમી ઉકેલ લાવવા માટે રણનીતિ હોવાનું કહી ચુક્યા છે. આતંકવાદ સામે ટક્કર લેવા માટે કેન્દ્ર સરકારે ત્રી-સૂત્રિય રણનીતિ અપનાવી છે. જેમાં આતંકીઓ સામે જોરદાર અભિયાન ચલાવવું, લેખકો અને પત્રકારો પર લગામ કસવી અને અલગતાવાદીઓ સામે કડક વલણ અપનાવવાનો સમાવેશ થાય છે.

 

Related posts

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!