GSTV

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતા અલર્ટ મોડમાં છે કેન્દ્ર સરકાર, ઘટતી જતી ટેસ્ટિંગને લઈ આ રાજ્યોને લખ્યો પત્ર

કોરોના

Last Updated on November 25, 2021 by Zainul Ansari

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના પત્રમાં કહ્યું કે જો ટેસ્ટિંગ ઓછા છે તો સંક્રમણનું સાચુ આકલન નથી થઈ શકતું.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલયે પશ્ચિમ બંગાળ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, લદ્દાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને સિક્કિમને પત્ર લખ્યો છે. પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે કેરળમાં ઓગસ્ટ મહિનામાં 2.96 લાખ કોરોના ટેસ્ટ કરી રહ્યું હતું, જેને ઘટાડીને હવે 56 હજાર કરી દીધા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું કે ટેસ્ટિંગ યોગ્ય ન થઈ શક્યું તો લોકોમાં સંક્રમણ ફેલાવવાનું યોગ્ય અનુમાન લગાવવું મુશ્કેલ બનશે. જૂન 2021 સુધી એવરેજ 67 હજાર 644 ટેસ્ટ કરવામાં આવતા હતા. હવે તેને ઘટાડી 22 નવેમ્બર સુધી 38 હજાર 600 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભૂષણે પત્રમાં કહ્યું બંગાળમાં આ સમયે પોઝિટિવિટી રેટ 2.1 ટકા છે. છેલ્લા 4 સપ્તાહમાં આ સૌથી વધુ છે. ઘણા જિલ્લાઓમાં પોઝિટિવિટિ રેટ વધી રહ્યો છે. તેમાં દાર્જીલિંગ, દક્ષિણ દિનાજપુર, હાવડા, પશ્ચિમ 24 પરગના, કોલકાતા પણ સામેલ છે. તેમણે એ પણ લખ્યું કે એન્ટીજન ટેસ્ટની જગ્યાએ RT-PCR ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

Read Also

Related posts

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!