GSTV
Gujarat Government Advertisement

કોરોનામાં વિદેશ અવર-જવર કરતા મુસાફરો માટે ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણી લો શું છે નિયમ

Last Updated on August 23, 2020 by Mansi Patel

કોરોના વાયરસ મહામારીએ જેમ જ સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લીધા છે, ત્યારે લોકો જ્યાં-જ્યાં ફંસાઈ ગયા છે. COVID-19 ના પ્રસારના રોકવા માટે ભારત સહિત તમામ દેશમાં લોકડાઉન લગાવી દીધુ છે. હજારો-લાખોની સંખ્યામાં ભારતીય બીજા દેશમાં ફંસાઈ ગયા છે. તો ઘણા વિદેશી ભારતમાં પણ ફંસાઈ ગયા છે. ભારતમાં પણ શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિદેશમાં ફંસાયેલ ભારતીયોને પરત લાવવા માટે અને ભારતમાં ફસાયેલા વિદેશીઓને બહાર જવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન હેઠળ નોન શેડ્યૂલ ઈંટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન કરી રહી છે.

COVID-19 જેવી વિકટ સ્થિતિઓમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુગમ આવાગમન માટે સતત કેન્દ્ર સરકાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એટલે અસઓપી જાહેર કરી રહી છે. એટલુ જ નહી ઘણા દેશોની સાથે એર બબ્બલ ટ્રાંસપોર્ટ એગ્રીમેન્ટ કરવા વિદેશ મંત્રાલયે પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ કડીમાં ગૃહ મંત્રાલયે નવા એસઓપી જાહેર કર્યા છે.

બીજા દેશમાંથી ભારત આવતા યાત્રિઓન માટે એસઓપી

 • સમય-સમય પર ગૃહ મંત્રાલય દ્વારા મળેલી અનુમતિના આધાર પર યાત્રિઓની એક કેટેગરીને જ આ ફ્લાઈટોમાં સફર કરવાની મંજૂરી હશે.
 • વંદે ભારત ફ્લાઈટથી ભારત પરત કરવાના ઈચ્છૂક યાત્રિઓને સંબંધિત દેશમાં ઈંડિયન મિશનમાં રજિસ્ટર કરવાનું રહેશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર નિર્દેશો પ્રમાણે યાત્રિઓને પોતાની સંપૂર્ણ જાણકારી આપવી પડશે. એર ટ્રાંસપોર્ટ બબ્બલ્સ અરેંજમેન્ટ હેઠળ ઓપરેટ કરવામાં આવી રહલ ફ્લાઈટની નોંધણી કરવી જરૂરી નથી.
 • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, મિલિટ્રી મામલોના વિભાગ અથવા જહાજરાની મંત્રાલય પાસેથી મંજૂરી બાદ જ યાત્રી નોન શેડ્યૂલ ફ્લાઈટ્સ અથવા પાણી જહાજથી ભારત પરત કરી શકશે. આ ટ્રાંસપોર્ટ મોડથી યાત્રા કરવા માટે આ મંત્રાલય અથવા વિભાગ સમય-સમય પર એસઓપી જાહેર કરશે.
 • યાત્રા કરવા માટે પ્રવાસી કારીગરો, થોડા સમય માટે જ વીઝા ધારકો અથવા જેમના વિઝાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. મેડિકલ, ઈમરજન્સી, ગર્ભવતી મહિલા અથવા વૃદ્ધ જેમે ભારત આવવુ જરૂરી છે કે, પ્રાથમિકતા આપવામાં આવશે.
 • એરલાઈન/શિપ દ્વારા નિર્ધારિત ભાડુ અથવા ચૂકવણી યાત્રી ખુદથી કરશે.
 • વંદે ભારત, ફ્લાઈટ અથવા શિપ માટે યાત્રિઓ દ્વારા કરવામાં આવેલી નોંધણીનો ડેટા બેસ વિદેશ મંત્રાલય તૈયાર કરશે. જેમાં નામ, ઉંમર, લિંગ, મોબાઈલ ફોન નંબર, એડ્રેસ,, અંતિમ ગંતવ્યા સ્થાન, આરટી-પીસીઆર ટેસ્ટ અને તેના પરિણામનો ડેટા હશે. વિદેષ મંત્રાલય આ ડેટાબેઝ સંબંધિત રાજ્ય અથવા સંઘ શાસિત રાજ્યોની સાથે શેર કરશે.
 • એર બબ્બલ્સ ટ્રાંસપોર્ટ અરેજમેન્ટ હેઠળ ફ્લાઈટોના સંચાલનમાં પણ આ નિયમ લાગુ હશે. યાત્રિઓની વિસ્તૃત જાણકારી સંબંધિત રાજ્ય અથવા સંઘ શાસિત રાજ્યોની સાથે શેર કરવામાં આવશે. આ ફ્લાઈટોનું સંચાલન પહેલા યાત્રિઓની પૂરી જાણકારી સંબંધિત રાજ્યોની એરપોર્ટમાં મોકલવામાં આવશે.
 • વિદેશ મંત્રાલય અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોતાના એક નોડલ અધિકારી નિયુક્ત કરશે જે વંદે ભારત મિશન અને એર બબ્બલ્સ અરેંજમેન્ટ હેઠળ સંચાલિત કરવામાં આવી રહેલ ફ્લાઈટ અને તેમાં યાત્રા કરી રહેલા મુસાફરો વિશે રાજ્યો અથવા સંઘ શાસિત રાજ્યોના અધિકારીઓની સાથે સમન્વય બનાવશે.
 • વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમના ડિજીટલ પ્લેટફોર્મ પર શેડ્યૂલના બે દિવસ પહેલાં નોટિસ મૂકશે. શેડ્યૂલમાં દિવસ, સ્થળ અને આગમન સમયની વિગતો સામેલ હશે.
 • બધા યાત્રિઓને અંડરટેકિંગ આપવાનુ હશે કે, તે પોતાના રિસ્ક પર યાત્રા કરી રહ્યા છે.
 • ફ્લાઈટમાં બોર્ડ કરવા દરમિયાન માસ્ક લગાવવા, સાફ-સફાઈ, રેસિપિરેટ્રી હાઈજિન, હાથોની સાફ-સફાઈ જેવી સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ એરલાઈન સ્ટાફ, ક્રૂ મેંબર્સ અને યાત્રિઓ બધા માટે હશે.
 • જમીની સીમાથી ભારત આવતા યાત્રિઓ માટે પણ નિયમ ફરજીયાત હશે.
 • આંતરરાષ્ટ્રીય યાત્રિઓના આગમન માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રોટોકોલ અથવા ક્વોરન્ટીનને સમય-સમય પર ઓબ્જર્બ કરવામાં આવશે.

ભારતથી બીજા દેશમાં જતા યાત્રિઓ માટે એસઓપી

 • ભારતથી બહાર જતા યાત્રિઓની કેટેગરીનું શેડ્યુલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જાહેર કરશે.
 • આવા મુસાફરોને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અથવા મંત્રાલય દ્વારા અધિકૃત એજન્સીઓને અરજી કરવી પડશે. જેમાં આગમન અને વિદાયની માહિતી પણ આપવાની રહેશે.
 • ભારતથી બહાર જતા યાત્રી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી પ્રાપ્ત નોન શેડ્યૂલ ફ્લાઈટ્સથી યાત્રા કરી શકશે.
 • આવા મુસાફરોની ટિકિટની પુષ્ટિ કરતાં પહેલાં સંબંધિત એરલાઇન્સ સુનિશ્ચિત કરશે કે ગંતવ્ય દેશે આવા મુસાફરોને માન્ય વિઝા સાથે આવવાની મંજૂરી આપે છે.
 • યાત્રિઓ દ્વારા ટિકિટ ભાડાન ચૂકવણી કરવાની રહેશે.
 • ફ્લાઈટમાં બોર્ડ કરતા પહેલા નાગરિત ઉડ્ડ્યન મંત્રાલય એ સુનિશ્વિત કરશે કે, યાત્રિઓની હેલ્થ પ્રોટોકોલ હેઠળ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!