GSTV
Home » News » કોણ કહે છે નોકરીઓ નથી, સરકારે ગરીબોને નોકરી આપવાનો પણ કાઢી લીધો રસ્તો

કોણ કહે છે નોકરીઓ નથી, સરકારે ગરીબોને નોકરી આપવાનો પણ કાઢી લીધો રસ્તો

કેન્દ્ર સરકારે હાલમાં જ આર્થિક રૂપની અનામત આપતા સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી. હવે સરકાર ચૂંટણી આવતા નવો માસ્ટર સ્ટ્રોક રમી ગરીબ સવર્ણોને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તેલ વિતરણ કંપનીઓના નેજા હેઠળ આવેલા પેટ્રોલ પંપ અને કુકિંગ ગેસ આપશે. આ સાથે સરકારે એ મેણું પણ ભાંગી નાખ્યું છે કે નોકરીઓ ક્યાંથી લાવવામાં આવશે ? આ કંપનીઓ કેન્દ્ર સરકારની નીચે કામ કરશે.

આ વિશે બે અધિકારીઓમાંથી એકે જણાવ્યું કે, નવા પસાર થયેલા કાનૂનની અધિસૂચિત થયા બાદ EWUS શ્રેણીમાં 10 ટકા આરક્ષણ દેવાનો ઔપચારિક સમય શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ એ આ વિશે કોઈ પણ પ્રકારની ટીપ્પણી નથી કરી. અધિકારીઓએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવશે એ પછી જલ્દી જ તેને અધિસૂચિત કરવામાં આવશે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાંથી અનૂસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય ઓબીસી વર્ગ માટે આરક્ષણ નીતિ છે. પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીઓ અંગેની ઓબીસી કોટા નીતિની શરૂઆત મનમોહન સિંહ સરકારના નેતૃત્વવાળી યૂપીએ સરકારે 20 જૂલાઈ 2012 લીધી હતી.

વર્તમાન સમયે આવા પ્રકારની સર્વસંમતિ એસસી એસટી માટે 27 ટકા ઓબીસી માટે લેવામાં આવી હતી. ત્યાંજ તમામ શ્રેણીમાં સમાન્ય તાલ્લુકાત રાખનારા લોકો માટે 50.5 ટકા છે. પણ આ ટકાવારી અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ જેવા રાજ્યોમાં અલગ છે.

READ ALSO

Related posts

સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે થયો મોટો ખુલાસો, રાજ્ય સરકારના આદેશ બાદ થશે કાર્યવાહી

Nilesh Jethva

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છોડી રહ્યા છે નોકરીઓ, કારણ જાણીને તમે પણ થઈ જશો દંગ

Mansi Patel

ફિલ્મોની વાર્તા છુપાવીને રાખતો આમીર ફસાય ગયો, એક જ પોસ્ટરમાંથી નીકળ્યું આટલું મોટું ક્લૂ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!