GSTV
India News ટોપ સ્ટોરી

મોટા સમાચાર: એક જ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે, સરકારે આપી દીધી મંજૂરી

vaccination photo

દુનિયાભરમાં ફરી એક વાર ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કોરોના વેક્સિન સૌથી કારગર હથિયાર સાબિત થવા જઈ રહ્યુ છે. આ જ કારણ છે કે, સરકાર અને વૈજ્ઞાનિકો ઝડપથી વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવાની તૈયારી કરી રહ્યા છે. આ જ ક્રમમાં કોરોના વેક્સિનના મિશ્રિત ડોઝને શામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિકોને અધ્યયન માટે મંજૂરી આપી દીધી છે. તેથી હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ટૂંક સમયમાં જ એક વ્યક્તિને બે અલગ અલગ વેક્સિનના ડોઝ આપી શકાશે. કારણ કે, અત્યાર સુીધી મિશ્રિત વેક્સિનને લઈને ઘણા સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.

સુપ્રીમ

આપને જણાવી દઈએ કે વર્કિંગ કમિટી (એસઈસી) ની બેઠકમાં કોવિશિલ્ડ અને કોવાક્સિનના મિશ્રિત ડોઝની સાથે નાકમાં આપેલ ભારત બાયોટેકની રસીના અભ્યાસને મંજૂરી આપવામાં આવી છે. ખૂબ જ ટૂંક સમયમાં દેશની જુદી જુદી હોસ્પિટલોમાં બે રસીના મિશ્રણ સાથે સંબંધિત એક અભ્યાસ જોઈ શકાય છે. SEC ના સભ્યોએ કહ્યું કે ઘણા દેશોમાં, એક જ વ્યક્તિને બે કોરોના રસી આપવામાં આવી છે અને તેના પરિણામો ઘણા સારા આવ્યા છે.

સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે મિશ્રિત ડોઝ અંગેની દરખાસ્ત પણ સીએમસી વેલોરના નિષ્ણાતો પાસેથી મળી હતી, પરંતુ આજ સુધી આ અભ્યાસને મંજૂરી આપવામાં આવી નથી. ઘણા દેશોમાં બે કોરોના રસીઓ પર પરીક્ષણ કર્યા બાદ જે પ્રકારનાં પરિણામો જોવા મળ્યા છે તે પછી ભારતમાં આ અભ્યાસને મંજૂરી આપવામાં આવી છે. એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં અભ્યાસના વધુ સારા પરિણામો મળ્યા પછી, તે રસીકરણમાં શામેલ થશે. એક અંદાજ મુજબ, આ અભ્યાસ પૂર્ણ કરવામાં ત્રણથી ચાર મહિના લાગી શકે છે.

રસી

સમિતિના સભ્યોએ માહિતી આપી છે કે, કોવિશિલ્ડ અને કોવાક્સિનના સંયોજનથી અત્યાર સુધી કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને ભૂલથી બે અલગ અલગ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી ડોક્ટરોએ તે વ્યક્તિ પર નજર રાખી. આપને જણાવી દઈએ કે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નથી. એવી દરેક સંભાવના છે કે વૈજ્ઞાનિક અધ્યયનમાં, કોરોના વાયરસ અને એડિનો વાયરસથી બનેલી બે અલગ અલગ રસીઓ એક શરીરમાં સમાન અસર બતાવશે.

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu
GSTV