GSTV
Home » News » 50 લાખ સરકારી કર્મચારીઅોના સુધરી જશે તહેવારો : મોદી સરકાર કરશે રાજીના રેડ

50 લાખ સરકારી કર્મચારીઅોના સુધરી જશે તહેવારો : મોદી સરકાર કરશે રાજીના રેડ

હવે અાગામી સમય મોદી સરકાર માટે અતિ અગત્યનો છે. અા સમયમાં કોઈ પણ ગરબડ પ્રધાનમંત્રી મોદીનું ફરી ચૂંટણી જીતવાનું સપનું રોળી શકે છે. ભાજપ ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવી રહી છે. અાગામી સમયમાં ખેડૂતો સહિત સરકારી કર્મચારીઅો માટે નવી યોજનાઅો લેન્ચ થઈ શકે છે. સરકારી કર્મચારીઅો માટે સૌથી મોટી ખબર અે સાતમું પગાર પંચ છે. અા પગારપંચ અપાય તો મોદી સરકારને ફાયદો થઈ શકે છે. જે માટે મોદી સરકાર તૈયારી કરી રહી છે.

7માં વેતન આયોગમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી દિવાળીની આસપાસ એટલે કે 2018માં આવવાની સંભાવનાં છે. જો કે પહેલા ખબર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઑગષ્ટનાં રોજ આનું એલાન કરી શકે છે. દિવાળી અાસપાસ કે 15મી અોગસ્ટની અાસપાસ અા જાહેરાત થઈ શકે છે. જેને પગલે 50 લાખ કર્મચારીઅોને લાભ થઈ શકે છે.

 મોદી સરકાર કોઇ પણ સંજોગોમાં કર્મચારીઅોને નાખુશ કરવા માગતી નથી. ચૂંટણી સમયે કર્મચારીઅો અે અતિ અગત્યના સાબિત થતા હોય છે. મોટી સંખ્યામાં કર્મચારીઅોની નારાજગી મોદી સરકારને નડી શકે છે. જે માટે સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી.  સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીઓને લીવ ટ્રાવેલ કંસેશન(LTC) અંતર્ગત વિદેશ જવાની છૂટ આપી શકે છે.

2.57 ગણા ફિટમેન્ટ ફેક્ટરથી વધારેનાં આધારે સેલરીમાં વધારો કરાશે

સૌથી મોટો નિર્ણય એ થયો કે કર્મચારીઓનાં પે મેટ્રિક્સમાં રેહલી અસંગતતાને દૂર કરવામાં આવે. કેન્દ્ર સરકારની યોજના સરકારી કર્મચારીઓની સેલરી 7માં વેતન આયોગથી વધારવાની છે. 2.57 ગણા ફિટમેન્ટ ફેક્ટરથી વધારેનાં આધારે સેલરીમાં વધારો કરવામાં આવી શકે છે. આ માટે નાણાકીય સલાહકારોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યા છે.

આ જાહેરાત મે 2019માં થનારી ચૂંટણી પહેલાં કરવામાં આવશે. આ દ્વારા સરકારનાં પ્રયત્નો સરકારી કર્મચારીઓને ખુશ કરવાનાં રહેશે, જેનો લાભ બીજેપીને ચૂંટણીમાં મળી શકે છે.

વિદેશમાં ફરવા માટે પણ LTC મળશે

સરકારનાં કેટલાક ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને LTCનાં આધાર પર વિદેશ જવાની પરવાનગી આપી શકે છે. આ સંબંધિત એક પ્રસ્તાવને શ્રમ મંત્રાલયે અંતિમ રૂપ આપ્યું છે. મંત્રાલયે જલદીથી જલદી ગૃહ, પર્યટન, નાગરિક ઉડ્ડયન સહિત સંબંધિત અન્ય વિભાગોથી આ પ્રસ્તાવ પર સૂચનો માંગ્યા છે. LTC યોજના અંતર્ગત 5 કેન્દ્રીય એશિયાઈ દેશો કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાઝિકસ્તાનને સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

Related posts

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

Path Shah

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!