GSTV
Gujarat Government Advertisement

કેન્દ્ર સરકારના કર્મચારીઓને અટેંડેંસમાં મળી મોટી રાહત, આ લોકોને ઑફિસ આવવા પર મળી પૂરી છૂટ

સેલરી

Last Updated on May 7, 2021 by Bansari

દેશમાં કોરોના મહામારીની સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને અનેક રાહતો આપી છે. ગુરુવારે એક નવુ મેમોરેંડમ જારી કરીને કર્મચારીઓની હાજરીના નિયમોમાં અનેક છૂટ આપવામાં આવી છે. હવે વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે. ગર્ભવતી મહિલા કર્મચારી અને દિવ્યાંગ કર્મચારીઓની અટેંડેંસને પૂરી રીતે છૂટ આપી દેવામાં આવી છે. સાથે જ કંટેનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારીઓને પણ સંપૂર્ણ રીતે છૂટ છે. નવો આદેશ 31મે સુધી લાગુ રહેશે.

કર્મચારીઓ

શું બદલાવ થયા

ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ કર્મચારીઓને ઓફિસ આવવા માટે સંપૂર્ણ રીતે છૂટ છે પરંતુ તેઓ વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખશે.

કામ કરવાનો ટાઇમિંગ એડજસ્ટ કરવામાં આવશે, જેથી એક વારમાં ઓફિસમાં વધુ ભીડ ન થાય.

કંટેનમેંટ ઝોનમાં રહેતા કર્મચારીઓને ઓફિસ આવવાથી છૂટ છે. તેઓ ઘરેથી કામ કરશે અને ફોન-ઇમેલ પર ઉપલબ્ધ રહેશે.

Work From Home

ઓફિસ આવતા કર્મચારી કોવિડ પ્રોટોકોલનું પાલન કરશે. માસ્ક પહેરવા, ડિસ્ટેંસિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે. હેન્ડ વોશ અને સેનિટાઇઝ કરતા રહેવા પડશે.

ઓફિસમાં લિફ્ટ, સીડીઓ, ગલીઓ અથવા જાહેર સ્થળો પર ભીડ ન થવી જોઇએ.

મીટીંગ્સ વીડિયો કોન્ફ્રેંસિંગથી થશે. 18 વર્ષથી ઉપરના તમામ કર્મચારીઓનું વેક્સિનેશન કરાવવુ પડશે.

વર્ક પ્લેસ પર નિયમિત રીતે સફાઇ અને સેનિટાઇઝેશન કરવુ ફરજિયાત છે.

બાયોમેટ્રિકનો ઉપયોગ આગામી આદેશ સુધી બંધ રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!