GSTV

કેન્દ્રિય કર્મચારીઅોને બખ્ખાં : અોગસ્ટથી સરકાર અાપી રહી છે નવી ભેટ

Last Updated on August 1, 2018 by Karan

દેશભરના કેન્દ્રિય કર્મચારીઅો માટે રાહતના સમાચાર અાવ્યા છે. સરકાર મોંઘવારી ભથ્થાના સ્લેબમાં વધારો કરવા જઈ રહી છે. જેને પગલે કર્મચારીઅોને ફાયદો થાય તેવી પૂરી સંભાવના છે. મોંઘવારી ભથ્થું અે 1 જુલાઇથી મળવાપાત્ર છે. જેને પગલે કર્મચારીઅોમાં પણ ખુશીનો માહોલ છે. ઘણા સમયથી અા મામલો અટક્યો હતો. મોંઘવારી ફાટફાટ થઈ રહી છે ત્યારે ગ્રાહક ભાવાંકના આંકડા જે આવવા જોઈએ તેવા નથી અાવ્યાનો પણ અસંતોષ છે.

દેશભરના બેન્ક તથા વિમા કામદારોને મળતા મોંઘવારી ભથ્થામાં ચાલુ મહિનાથી ૧૨ સ્લેબનો વધારો મળશે. જ્યારે બેન્કના નિવૃત કર્મચારીઓનું ડીએ ૧૪ સ્લેબ વધશે. કેન્દ્રીય કર્મચારીઓને ગ્રાહક ભાવાંકના આધારે ૯ ટકા મોંઘવારી ભથ્થુ ડયું થયું છે. જે ૧લી જુલાઈથી મળવાપાત્ર છે. ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગીક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર એપ્રિલનો ભાવાંક ૨૮૮, મેનો ૨૮૯ અને જૂન ૨૯૧ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે એપ્રિલ ૬૫૭૩.૮૫, મે ૬૫૯૬.૬૯ અને જૂન ૬૬૪૨.૩૪ થવા જાય છે. જેની સરેરાશ ૬૬૦૪ થઈ છે. જે મુજબ હાલ ૫૨૯ સ્લેબ ઉપર ડીએ મળે છે જે હવે ઓગષ્ટથી ૧૨ સ્લેબ વધીને ૫૪૧ સ્લેબ એટલે કે ૫૪.૧૦ ટકા મોંઘવારી ભથ્થુ મળશે.

  • ચાલુ મહિનાથી બેન્ક-વિમા કામદારોનું ડીએ ૧૨ સ્લેબ વધશેઃ  કેન્દ્રના કર્મચારીઓનું ૯ ટકા ડયુ
  • ગ્રાહક ભાવાંક એપ્રિલ ૨૮૮, મે  ૨૮૯ અને જૂન ૨૯૧ જાહેરઃ બેન્કના નિવૃત કર્મચારીઓનું ડીએ ૧૪ સ્લેબ વધશેઃ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૧ લી જુલાઈથી ડયુ

ગ્રાહક ભાવાંક તૈયાર કરવામાં કોઈ રમત રમાતી હોવાની ચર્ચા

મોંઘવારી ભથ્થામા ૧.૨ ટકાનો વધારો મળશે. ગણતરી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને પણ ૯ ટકા મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર થશે. જે ૧લી જુલાઈથી ડયુ છે. કેન્દ્ર સરકાર કયારે જાહેરાત કરે છે તેના ઉપર લાખો કર્મચારીઓની નજર કેન્દ્રીત થઈ છે. બેન્કીંગ વર્તુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર મોંઘવારી ફાટફાટ થઈ રહી છે ત્યારે ગ્રાહક ભાવાંકના આંકડા જે આવવા જોઈએ તે અનુસાર નથી આવ્યા જે આશ્ચર્ય પમાડે છે. ગ્રાહક ભાવાંક તૈયાર કરવામાં કોઈ રમત રમાતી હોવાનું પણ ચર્ચાય છે.

Related posts

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!