મોંઘવારી ભથ્થું એટલે કે DAની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી કેન્દ્ર સરકાર મોટા સમાચાર આપવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગત દિવસોમાં કહ્યું હતું કે, કેન્દ્ર સમયસર પદોન્નતી માટેની પ્રક્રિયાને સરળ બનાવવાના સતત પ્રયાસમાં છે. પરંતુ સમયે-સમયે અનેક મુકદમાઓ દાખલ થવાને કારણે તેમાં અડચણ આવી રહી છે.

ભારતીય મજૂર સંઘના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક દરમ્યાન તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈમનદાર અને સારું પ્રદર્શન કરનાર અધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આગળ કાર્મિક રાજ્યમંત્રીએ કહ્યું કે, ઈમાનદારી અને પ્રદર્શનને દરેક વસ્તુ પર મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રતિનિધિમંડળના સદસ્યોએ વિભિન્ન વિભાગો સાથે જોડાયેલી સેવા મામલે ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાર્ય અનુકુળ માહોલ ઉપલબ્ધ કરાવવા માટે અનેક પગલાઓ લેવાયા છે. જેથી અધિકારી પોતાની ક્ષમતા અનુસાર,સારું પ્રદર્શન કરી શકે. સિંહે આ સંબંધમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તાજેત્તરમાં મિશન કર્મયોગી સુધારનો પણ ખાસ રીતે ઉલ્લેખ કર્યો છે. કાર્મિક મંત્રાલયની ઘોષણા અનુસાર, સિંહે કહ્યું કે, પદોન્નતિ અને વિભિન્ન સ્તર પર અધિકારીઓની સુચી બનાવવાના સંબંધમાં કાર્મિક અને પ્રશિક્ષ વિભાગ પદોન્નતિ પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સમય-સમય પર અનેક અરજીઓ દાખલ થવાના કારણે તેમાં અડચણ આવી રહી છે.

DA અંગે સમાચાર
અહીં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં આ કર્મચારીઓને DA અને DRમાં ભારે વધારો કરવામાં આવશે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA પર ગત વર્ષે રોક લગાવી હતી. આ રોક કોરોના અને લોકડાઉનને કારણે લગાવવામાં આવી હતી. પરંતુ હવે હોળી પહેલા સરકારી કર્મચારીઓને રાહત આપવાની તૈયારીમાં નજર આવી રહી છે. નોંધનિય છે કે, વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA 17% છે. જો સરકાર DAમાં વધારો કરે તો 4 %ની આસપાસ વધી શકે છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય