GSTV
Gujarat Government Advertisement

સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!

સમાચાર

Last Updated on February 25, 2021 by Sejal Vibhani

કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળે શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓને કોરોના વાયરસ મહામારીના કારણે નાણાંકિય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે. હકીકતમાં મહામારીના કારણે કેન્દ્ર સરકારે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કપાત કરી દીધી છે. પરંતુ હવે આશા રાખવામાં આવી છે કે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થુ એટલે કે DA માં વધારો કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, જલ્દી જ કેન્દ્રીય કર્મચારીઓને વધારીને પગાર મળશે. સાથે જ પેંશનર્સને પણ સરકાર DA પર રાહત આપી શકે છે.

NPS

કોરોના મહામારીને જોતા સરકારે ગત વર્ષે મોટો નિર્ણય લેતા DAનો જૂનો દર જૂન 2021 સુધીમાં લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જુલાઈથી ડિસેમ્બર 2020 માટે અતિરિક્ત 4 % DA હજી સુધી તેમના માસિક વેતનમાં જોડવામાં નથી આવ્યું.

હોળીની આસપાસ મળી શકે છે આ ભેટ

આજ કારણ છે કે વર્તમાન DA દર 21 % છે પરંતુ 4 % ઓછું મળી રહ્યું છે. એવામાં કર્મચારીઓ અને પેંશનર્સને આશા છે કે સરકાર હોળીની આસપાસ તેમને ભેટ આપી શકે છે. સરકારની આ જાહેરાતથી 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેંશનધારકોને ફાયદો થશે.

બિઝનેસ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને બેસબ્રીની રાહ

ACPIના આંકડા મુજબ, નરેન્દ્ર મોદી સરકાર જાન્યુઆરીથી જૂન 2021ના સમય માટે % DAની જાહેરાત કરી શકે છે. જેનો મતલબ થાય છે DA ફરી શરૂ થયા બાદ તેમનું DA મૂળ માસિક વેતન એટલે કે કુલ 25 % વધી શકે છે. સાતમા વેતન આયોગ અનુસાર, DAની જાહેરાત થતા જ કેન્દ્ર સરકારે કર્મચારીઓના યાત્રા ભથ્થું પોતાની રીતે વધી જશે. એવામાં DAની જાહેરાત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું માસિક વેતન અનેક ગણું વધી જશે. કેનેદ્ર સરકારના કર્મચારી અને પેંશનર્સ આ સારા સમાચારના બેસબ્રીની રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!