GSTV
Home » News » દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈએ સાતમું સ્થાન મેળવ્યું

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નવી મુંબઈએ સાતમું સ્થાન મેળવ્યું

cleanest city in india 2019

નવી મુંબઈએ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સાતમું સ્થાન મેળવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી સ્વચ્છ શહેરોમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.

ગઈ કાલે જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ-૨૦૧૯માં નવી મુંબઈને શહેરમાં સ્વચ્છતા જાળવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. આ એવોર્ડ માટે ભારતના ૪૦૦૦ શહેરો અને ગામોએ ભાગ લીધો હતો.

નવી મુંબઈ મ્યુનિસિપલ  કોર્પોરેશને નાગરિકોના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ આદરી હતી. દરેક બોર્ડ અને દરેક ખાતાને સૂચના આપવામાં આવી હતી કે સ્થાનિક રહેવાસીઓનો સાથ મેળવીને શહેરમાં સ્વચ્છતા જાળવવા બનતા બધા જ પ્રયાસ કરવામાં આવે. દિવાલો ઉપર સ્વચ્છતા જાળવવાના સંદેશનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઠેકઠેકાણે કચરો ફેંકવા માટેની કચરાપેટીઓ ગોઠવાઈ હતી. 

મ્યુનિસિપાલિટી દ્વારા રોજ સવારે કચરો ભેગો કરવાની કામગીરી જારી રાખવામાં આવી હતી. આ બધા પ્રયાસોને કારણે નવી મુંબઈને સ્વચ્છતા માટેનો એવોર્ડ મળ્યો હતો.

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!