GSTV
Home » News » પૈસા ઉધાર લેતાં હોય તો બંધ કરી દેજો, આ નવા નિયમો જાણી લો નહી તો ભરાશો

પૈસા ઉધાર લેતાં હોય તો બંધ કરી દેજો, આ નવા નિયમો જાણી લો નહી તો ભરાશો

આવનારા દિવસોમાં મિત્રો પાસે કોઇ ઇમરજન્સીમાં પૈસા ઉધાર લેશો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સરકાર એક નવો અધિનિયમ લઇને આવી રહી છે. જેનાં લાગુ થયાં બાદ કો-ઓપરેટીવ સોસાયટી, ચિટ ફંડ સાથે પૈસાનો જુગાડ કરવો પણ ભારે પડી શકે છે. આ ઉપરાંત વેપારીઓ અથવા ચેરીટેબલ ટ્રસ્ટ પાસે અંગત જરૂરિયાતોને પૂરી કરવાથી સરળતાથી પૈસા નહીં લઇ શકો.

કાળાં નાણાં પર લાગશે લગામ

એક અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એક અધિનિયમ લઇને આવી રહી છે. જ્યાર બાદ ચિટ ફંડ કંપનીઓ સિવાય કો-ઓપરેટીવ સોસાયટીમાં પૈસા જમા કરવા ખૂબ મુશ્કેલ થઇ જશે. અનિયંત્રિત ડિપોઝીટ સ્કીમ અધિનિયમનાં લાગુ થયા બાદ અનેક લોકો પર તેની અસર થવાંની શક્યતા છે.

નોટબંધી સાથે તુલના


સરકારનાં આ અધ્યાદેશનાં અનેક નાણાંકીય એક્સપર્ટે નોટબંધી સાથે તુલના કરી છે. અત્યાર સુધી નિયમોને અનુસાર, સંબંધીઓ, બેંક, નાણાંકીય સંસ્થાઓ, પ્રોપર્ટી ખરીદનાર અને ગ્રાહકો પાસે પૈસા ઉધાર લેવાં પર છૂટછાટ મળતી હતી. આ પ્રકારે કારોબારી પણ કોઇ બિન સંબંધી સાથે વેપાર કરવા માટે લોન લઇ શકે છે. પરંતુ નવા નિયમને નોટબંધીથી પણ વધારે માનવામાં આવી રહેલ છે.

માત્ર સંબંધીઓ પાસેથી જ લઇ શકાશે ઉધાર

નવા નિયમો અનુસાર, બાળકોનો અભ્યાસ, ઘરનાં કોઇ પણ સભ્યનાં બિમાર થવા પર માત્ર સંબંઘીઓ પાસેથી જ પૈસા લઇ શકાશે. આ પ્રકારનાં ખર્ચો માટે લોકો સંબંધીઓને બદલે પોતાનાં મિત્રો પાસેથી પૈસા ઉધાર લેતાં હતાં.

બાળકો નહીં લઇ શકે લોન

ઇટીનાં સમાચાર અનુસાર, નવા અધ્યાદેશનાં લાગુ થયાં બાદ જો કોઇ બાળક કોઇ ચેરિટેબલ સંસ્થા પાસેથી પોતાનાં અભ્યાસ માટે કોઇ લોન લેવા ઇચ્છે તો તેઓને પણ આ લોન નહીં મળે. હવે વિદ્યાર્થીઓને અથવા તો પોતાનાં નજીકનાં સંબંધીઓ અથવા બેંક દ્વારા જ અભ્યાસ કરવાની લોન મળી શકશે.

નાના વેપારીઓને થશે મુશ્કેલી

આ અધિનિયમથી સૌથી નાના વેપારીઓને પરેશાની થઇ શકે છે. કારણ કે આ લોકો બેન્કોના બદલે અન્ય જગ્યાઓથી લોન લઇને વેપાર ચલાવે છે.

જપ્ત થશે સંપત્તિ

અધિનિયમ અનુસાર બેન્કો અથવા અન્ય રીતે પૈસા જમા કરવા, ઉધાર લેવા પર આવા લોકોની સંપત્તિને જપ્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે જેલની હવા પણ ખાવી પડશે.

Read Also

Related posts

વડોદરામાં સીએમ રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો, પોલીસમાં મચી દોડધામ

Nilesh Jethva

અમદાવાદની આ કંપનીને જાહેરમાં પાણીનો નિકાલ કરવો પડ્યો ભારે, આવ્યો લાખોનો દંડ

Nilesh Jethva

હવે ઋષિ કપૂરને મળવા પહોંચ્યુ બચ્ચન ફેમિલી, સાથે આ એક્ટર પણ પહોંચી ગઈ મળવા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!