GSTV

કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સાથે દગો કર્યો: ચંદ્રાબાબુ નાયડુ

Last Updated on June 2, 2018 by Arohi

છેલ્લા ઘણાં સમયથી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહેલી ટીડીપીએ ફરીવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ટીડીપી સુપ્રીમો અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ આંધ્ર પ્રદેશને તમામ મોરચે દગો આપ્યો છે. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો આપણો અધિકાર છે.

પીએમ મોદીએ ચૂંટણી ટાણે આંધ્રે પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનુ આશ્વાસન આપ્યું હતું.  પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે સીન બદલાઈ ગયો હતો. કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સાથે અન્યાય કર્યો છે. ચંદ્રાબાબુએ વધુમાં જણાવ્યુ કે,  નોટબંધી અને જીએસટીની અસફળતાના કારણે લોકોને મોટુ નુકસાન થયુ છે.  કેન્દ્ર સરકાર ચૂંટણી ટાણે ખેડૂતોને યાદ કરે છે.

આજે 10 રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દેશમાં દલિતો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.  મહત્વનું છે કે, સામાન્ય બજેટ બાદ ટીડીપીએ કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી હતી.  જોકે બાદમાં વિવાદ વધતા ટીપીડીએ એનડીએ સાથે છેડો ફાડતા ટીડીપીના બે કેન્દ્રીય પ્રધાને મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

 

Related posts

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

રેલવેની નવી સુવિધા/ હવે જનરલ કોચમાં મળશે ‘રિઝર્વ ક્લાસ’ જેવી સુવિધા, જાણો કેવી રીતે મળશે કન્ફર્મ ટિકિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!