GSTV

સરકારની મોટી જાહેરાત / 21 હજાર સુધી સેલરીવાળાને મળશે પેન્શન, ESICની યોજના હેઠળ આ લોકોને મળશે લાભ

Last Updated on May 30, 2021 by Bansari

દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરે લાખો લોકોના જીવ લઇ લીધા છે. અનેક પરિવારો એવા છે, જેમણે ઘરના મોભીને ગુમાવી દીધા છે. એવામાં કેન્દ્ર સરકાર એ પરિવારોની મદદ કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે. કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા પોતાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ ફેમિલી પેન્શન આપવામાં આવશે. EDLI યોજના હેઠળ મળતા વિમાના લાભને વધારવાની સાથે ઉદાર બનાવવામાં આવી છે.

બેંક

21,000 રૂપિયા માસિક આવકવાળાને મળશે પેન્શન

ESICનો લાભ એ કર્મચારીઓને મળશે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા અથવા તેનાથી ઓછી છે. જોકે દિવ્યાંગના કિસ્સામાં આવક મર્યાદા 25,000 રૂપિયા છે. સરકારે જણાવ્યું કે આવા પીડિત પરિવાર સન્માન સાથે જીવન જીવી શકે અને જીવન સ્તરને સુખદ બનાવીને રાખી શકે.

24 માર્ચ 2020થી લાગૂ થશે નિયમ

આ લાભ 24 માર્ચ 2020થી લાગૂ માનવામાં આવશે અને આ પ્રકારે તમામ કિસ્સાઓ માટે આ સુવિધા 24 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ હશે. આ વ્યક્તિઓના આશ્રિત પરિવારિક માપદંડો મુજબ સંબંધિત કર્મચારી અથવા કામદારની સરેરાશ દૈનિક સેલરીના 90 ટકા બરાબર પેન્શનના લાભ મેળવવાના હકદાર છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન

EDLI યોજના હેઠળ મળતા વીમા લાભોને વધારવાની સાથે ઉદાર બનાવવામાં આવ્યા છે. અન્ય તમામ લાભાર્થીઓ સિવાય આ યોજના ખાસકરી એ કર્મચારીઓના પરિવારની મદદ કરશે, જેમણે કોવિડના કારણે પોતાના પ્રિયને ગુમાવ્યા છે. મહત્તમ વિમા લાભની રકમ 6 લાખ રૂપિયાથી વધારી 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે 2.5 લાખ રૂપિયાના ન્યૂનત વીમા લાભની જોગવાઇને બહાલ કરી દેવામાં આવી છે અને 15 ફેબ્રુઆરી 2020થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!