Corona Vaccination: કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે સંક્રમિત લોકોના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં ‘પ્રિકોશન’ ડોઝનો પણ સમાવેશ થાય છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે જણાવ્યું હતું કે, “કૃપા કરીને ધ્યાન આપો -જે વ્યક્તિઓના ટેસ્ટમાં કોવિડ -19 સંક્રમણનની પુષ્ટિ થઇ છે હવે તેમને ઠીક થવાના ત્રણ મહિના બાદ ડોઝ આપવામાં આવે છે.”. તેમાં ‘પ્રિકોશન’ ડોઝનો પણ સમાવેશ થાય છે.” શીલે કહ્યું, “હું સંબંધિત અધિકારીઓને તેની નોંધ લેવા વિનંતી કરું છું.”

કોરોના વાયરસમાંથી સાજા થયા પછી કેટલા મહિના સુધી શરીરમાં એન્ટી બોડી જળવાઈ રહે છે?
હકીકતમાં, કોરોનાના નવા વેરિએન્ટ, ઓમિક્રોનના આગમન પછી, દેશમાં ફરી એકવાર રસીકરણને તેજ બનાવવામાં આવ્યું છે. વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા અનેક માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે રસી લગાવ્યા બાદ કે કોરોના વાયરસમાંથી સાજા થયા પછી કેટલા મહિના સુધી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલે કે એન્ટી બોડી જળવાઈ રહે છે. ICMRના ડીજી બલરામ ભાર્ગવે લોકોના મનમાં ઉઠી રહેલા પ્રશ્ન અંગે માહિતી આપી છે.

9 મહિના માટે રહે છે એન્ટિબોડી
બલરામ ભાર્ગવ અનુસાર, કોરોના સંક્રમિત દર્દી સાજા થયા પછી અથવા રસીના બંને ડોઝ લીધા પછી લગભગ 9 મહિના સુધી એન્ટિ-બોડી રહે છે. ICMRના DG અનુસાર, ભારતમાં રસીથી મળેલી રોગપ્રતિકારક શક્તિ પર એક અભ્યાસ થયો હતો અને વૈશ્વિક સ્તરે પણ સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસોથી સ્પષ્ટ થયું છે કે એન્ટી બોડી લગભગ 9 મહિના સુધી શરીરમાં જીવિત રહે છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં