GSTV

કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ

EPFO

વિદેશોમાં જમા થયેલ કાળું નાણું (Black money), અનામિક સંપત્તિ રાખનારા લોકો અને ટેક્સ ચોરી કરનારાઓ વિરૂદ્ધ કેન્દ્ર સરકાર શું અને કેવી કાર્યવાહી કરી રહી છે તે હવે આપ પણ જોઇ શકશો. આવા લોકો વિરૂદ્ધ આપના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર સરકાર શું એક્શન લઇ રહી છે તેને આપ સમય-સમય પર ચેક પણ કરી શકશો. એ માટે કેન્દ્ર સરકાર (modi government ) એ ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કર્યુ છે. એક ખાસ નંબરની મદદથી આપ આપની ફરિયાદનું સ્ટેટસ જોઇ શકશો.

મોબાઇલ અથવા મેઇલ ID દ્વારા પણ આપ ફરિયાદ દાખલ કરી શકશો

કેન્દ્ર સરકારના જણાવ્યાં અનુસાર, આ લિંક https://www.incometaxindiaefiling.gov.in/ પર જઇને આપ જાહેર કર્યા વગરની વિદેશી સંપત્તિ / અનામિક સંપત્તિની ફરિયાદ દાખલ કરવાના ઓપ્શન પર જવાનું રહેશે. આપના પાન કાર્ડની વિગત આપી અહીં આપ આવા મામલાઓની ફરિયાદ પણ દાખલ કરાવી શકો છો. જો આપની પાસે પાન કાર્ડ નથી તો આપ આપનો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી પણ તેમાં ઉમેરી શકો છો. મોબાઇલ અથવા તો ઇમેઇલ આઇડી પર આવનારા ઓટીપીની મદદથી આપની ફરિયાદ દાખલ થઇ જશે અને પછી આપને એક નંબર આપવામાં આવશે.

(Black money)

આ નંબરની મદદથી આપ ગમે ત્યારે આ પોર્ટલ પર જઇને એ જોઇ શકો છો કે આપની ફરિયાદ પર સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે કયા સ્તરે પહોંચી છે. કાળા નાણાંનો (અઘોષિત વિદેશી સંપત્તિ અને આવક) ટેક્સ લાદવાનો કાયદો 1961 અને બેનામી વ્યવહાર (નિષેઘ) સંશોધન અધિનિયમ અંતર્ગત આ ફરિયાદ દાખલ કરાવી શકાય છે. કેન્દ્ર સરકારના ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટએ આ પોર્ટલ તૈયાર કર્યું છે.

READ ALSO

Related posts

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

Karan

ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર

Mansi Patel

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!