GSTV
Home » News » લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

શનિવારે તેજસ્વી યાદવ તેમના પિતા અને ઘાસ ચારા કૌભાંડનાં આરોપી લાલુ પ્રસાદ યાદવને મળવા પહોચ્યાં હતા. પરંતુ તેમને જેલ અધિકારી દ્રારા મળવા દેવામાં આવ્યા હતા. જે બાદ બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાબડી દેવીએ શનિવારે સાંજે ટ્વીટર પર એક વીડિયો મૂકીને કેન્દ્ર સરકાર પર લાલુને હોસ્પિટલમાં ઝેર આપીને હત્યા કરી દેવાનો આરોપ લગાવ્યો છે

રાબડી દેવીએ ટ્વીટમાં લખ્યું હતું કે તેજસ્વીએ શનિવારે લાલૂને મળવા ગયા હતા, પરંતુ એક પુત્રને પિતા જોડે મળવા દેવામાં આવ્યા હતા. ત્યાં તાનાશાહી ચાલી રહી છે. અઠવાડિયામાં 3 દિવસ મળવાની પરવાનગી છે. પરંતુ શનિવારે મુલાકાત બંધ રાખવામાં આવી છે. જો લાલુ  પ્રસાદને કંઈ પણ થશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે. જો તેમને ઝેર આપીને મારી નાખવો હોય તો ભારત સરકાર અને બિહાર સરકાર સાથે મળીને જે કરવું હોય તે કરી લે. અને બધાની સામે ઉભા રાખીને લાલુ પ્રસાદ યાદવના પરિવારને પણ મારી નાંખો, પરતું આ તાનાશાહી નહીં ચાલે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!