GSTV

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

આપણા દેશમાં હજુ સુધી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એકપણ કેસ જોવા મળ્યો નથી પરંતુ, તેનો અર્થ એવો નથી કે આ વેરિએન્ટ આપણા દેશમાં આવી જ ના શકે. જો હાલ કોવીડના નિયમોને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી દર્શાવવામા આવે તો શક્યતા છે કે, આવનાર સમયમા કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન આપણા દેશની હાલત પણ વિદેશ જેવી કરશે.

ઓમિક્રોન

હાલ વિદેશની સ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકાર નવા વેરિયન્ટ બાબતે સતર્ક બની ચુકી છે. નવા વેરિયન્ટ સામે રક્ષણ મેળવવા માટે આપણા દેશમાં નજીકના ભવિષ્યમાં જ કોરોના વેક્સિનનો વધારાનો ડોઝ તેમજ બૂસ્ટર ડોઝને લઇને કોઈ પોલિસી લાગુ થશે. આ પોલીસીના આધારે નાગરિકોને બે અલગ પ્રકારની રસી લગાવવાનું શરૂ કરવામાં આવશે.

કોરોના

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઝેશનના ચેરમેન ડોક્ટર એન કે અરોરાએ જણાવ્યું કે, વેક્સિનેશનનો વધારાનો ડોઝ તેમજ બૂસ્ટર ડોઝને લઇને પોલિસી બનાવવામાં આવી રહી છે. ત્યારે આવનાર બે સપ્તાહમાં જ આ મામલે નીતિ પણ બનાવવામાં આવશે.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

સ્વાસ્થ્યની કાળજી/ પપૈયાના ફાયદા તો આપ સૌ જાણતા હશો, પણ પપૈયું ખાવાનું કેટલાય નુકસાન પણ જાણી લો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!