GSTV

‘કેન્દ્રીય દળો બૂથોમાં બેસીને મતદારોને ભાજપને મત આપવા ધમકાવે છે’

Last Updated on April 24, 2019 by

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ આક્ષેપ કર્યો છે કે મતદાન મથકોની અંદર ગેરકાયદે બેસીને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવાનું જણાવી રહેલા કેન્દ્રીય દળો પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યાં છે. એમણે દાવો કર્યો છે કે ભાજપને મદદકર્તા નીવડે એ માટે મતદાન પ્રક્રિયાને ત્રણ માસ સુધી લંબાવવામાં આવી છે. એમણે પશ્ચિમ બંગાળના માલદાહા દક્ષિણ અને બાલુરઘાટ સંસદીય મતવિસ્તારોમાં કેન્દ્રીય દળોને ગેરકાયદે સક્રિયતા જોવા મળી હોવાનો આક્ષેપ કર્યો છે. અહી આજે મતદાન થયું છે.

બેનરજીએ કહ્યું કે ચૂંટણી  પંચને  બનાવની જાણ કરાઈ છે. પશ્ચિમ બંગાળના ઈંગ્લિશ બાઝાર મતવિસ્તારમાં પણ આવી ઘટના બની છે, એમ એમણે કહ્યું. એમણે કહ્યું કે માલદાહ દક્ષિણ સંસદીય મતવિસ્તારમાં બૂથ નંબર-૧૬૬ અને ૧૬૭ ખાતે કેન્દ્રીય દળો બૂથની અંદર બેઠા હતા અને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા જણાવી રહ્યા હતા. કેન્દ્રીય દળો આવું શા માટે કરી રહ્યા છે! તેઓ પ્રીસાઇડિંગ ઓફિસરની પરવાનગી વિના મતદાન કેન્દ્રમાં દાખલ થઇ શકે નહિં. એ એમની ફરજનો ભાગ નથી. ત્ત્ ઇતાહાર ખાતેના એક બૂથમાં ગોઠવાયેલા કેન્દ્રીય દળો કતારમાં ઊભા રહેલા મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે જણાવી રહ્યા હતા. એવો આક્ષેપ મમતા બેનરજીએ કર્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને કેન્દ્રીય દળોને અનુરોધ કર્યો કે કેન્દ્રમાં ફરી નરેન્દ્ર મોદી સરકાર આવે એમ આશા નહિ હોવાથી ભાજપના નેતાઓની સૂચના માનવી નહિ મહેરબાની કરીને પોલીસ તરીકેની ફરજ બજાવો.. ભાજપ તરફ ધ્યાન આપશો નહિ… સામાન્ય લોકો માટે કામ કરો. તમે અમારાં મિત્ર છો, આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર બનશે ત્યારે તમારે અમારી સાથે કામ કરવું પડશે… મોદી હવે સત્તાસ્થાને રહેશે નહિ, એમ એમણે ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!