GSTV
Home » News » કેન્દ્રીય ચૂંટણી પંચનો આ નિર્દેશ તેલંગાણા વિધાનસભા માટે મહત્વનો

કેન્દ્રીય ચૂંટણી પંચનો આ નિર્દેશ તેલંગાણા વિધાનસભા માટે મહત્વનો

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારે કહ્યું કે જે રાજ્યમાં સમય કરતા વહેલી વિધાનસભા ભંગ થશે ત્યાં તુરંત આદર્શ આચાર સંહિત લાગુ થઇ જશે. ત્યારપછી તે રાજ્યમાં કાર્યવાહક સરકાર કોઇ પણ નવી યોજનાનું એલાન કરી શકશે નહીં. ચૂંટણી પંચનો આ નિર્દેશ તેલંગાણા વિધાનસભા માટે મહત્વનો ગણાય છે.

તેલંગાણામાં પ્રથમ વિધાનસભા માટે મે, 2014માં ચૂંટણી થઇ હતી. અને વિધાનસભાનો કાર્યકાળ મે, 2019માં પૂર્ણ થઇ રહ્યો હતો. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે નવ મહિના પહેલા વિધાનસભા ભંગ કરી દીધી. મનાઇ રહ્યું છે કે તેઓ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી યોજવાના પક્ષમાં નહોતા.

ચૂંટણી પંચે પોતાના નિર્દેશમાં કહ્યું કે સંબંધિત રાજ્યની જેમ કેન્દ્રમાં પણ સરકાર ભંગ થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જશે. અને નવી સરકાર ચૂંટાવા સુધી યથાવત રહેશે. વિધાનસભા ભંગ થયા બાદ રાજ્ય માટે ન તો કાર્યવાહક સરકાર કે ન તો કેન્દ્ર કોઇ પણ યોજના અથવા પ્રોજેક્ટનું એલાન કરી શકે. ચૂંટણી પંચે આ નિર્દેશ 1994ના સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આપ્યો છે.

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!