GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી કાર્યક્રમ કર્યો, જાહેર રાજકારણમાં આવ્યો ગરમાવો

રાજ્યસભાની કુલ પંચાવન બેઠકોની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે. ત્યારે આ જોતાં કેન્દ્રીય ચૂંટણીપંચે આ ખાલી પડતી બેઠકો માટે પેટાચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ત્યારે આગામી 26મી માર્ચે ગુજરાત સહિત કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં ય રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થઇ રહી છે જેમાં ભાજપની ત્રણ અને કોગ્રેસની એક બેઠકનો સમાવેશ થાય છે. રાજયસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થતાં જ ગુજરાતમાં રાજકીય ગતિવિધી અત્યંત તેજ બની છે.

રાજયસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની સમય અવિધ તા.9મી માર્ચે પૂર્ણ થઇ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે આજે રાજ્યસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તે મુજબ, તા.13મી માર્ચ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકશે જયારે 18મી માર્ચ સુધી ઉમેદવાર ફોર્મ પાછુ ખેચી શકશે. 26મી માર્ચે ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. સવારના નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે જયારે પાંચ વાગે મતગણતરી શરૂ થશે.

26મી માર્ચે ગુજરાત સહિત કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની પેટાચૂંટણી યોજાશે

આમ, મતગણતરીના દિવસે જ મત ગણતરીનાં અમુક ક્લાકો બાદ મોડેથી પરિણામ જાહેર થઇ જશે. ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતમાં રાજકીય ગતિવીધી તેજ બની છે. અત્યારથી ભાજપ અને કોંગ્રેસમાં કોણ ઉમેદવાર હશે તે અંગે રાજકીય તર્ક વહેતા થયા છે. અંદરખાને બંને પક્ષોએ ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ વખતે ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં ભાજપને ત્રણ બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડશે જેના કારણે ભાજપે અત્યારથી જ કોંગ્રેસના અસંતુષ્ટો પર નજર રાખી છે. કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થશે. ભાજપને ત્રણેય બેઠકો જાળવવી હોય તો તોડજોડ કર્યા સિવાય છુટકો નથી કેમકે,ભાજપને આઠ મતોની જરૂર છે. ગત વખતની જેમ આ વખતે ય ભાજપ કોઇ નવુ ગતકડું લાવે તો નવાઇ નહીં.

READ ALSO

Related posts

શહેરની વધુ એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપનીના ત્રણ કર્મચારીઓ વાયરસની ઝપેટમાં, તંત્ર થયું દોડતું

pratik shah

કોરોનાના કહેર વચ્ચે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ મિટિંગ

Nilesh Jethva

એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કટ ફરીથી થયું ધમધમતુ, દરરોજની 50 હજાર બોરીની આવક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!