GSTV
Home » News » CBIમાં હૈયાહોળી વચ્ચે આલોક વર્માના નિવાસસ્થાન બહાર 4 શકમંદો ઝડપાયા, જુઅો VIDEO

CBIમાં હૈયાહોળી વચ્ચે આલોક વર્માના નિવાસસ્થાન બહાર 4 શકમંદો ઝડપાયા, જુઅો VIDEO

સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલવામાં આવેલા નિર્દેશક આલોક વર્માના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાનની બહાર શકમંદો દેખાતા હંગામો સર્જાયો હતો. આલોક વર્માના નિવાસસ્થાન બહાર 4 શકમંદો જોવા મળતા સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને એરેસ્ટ કરાયેલા શકમંદોની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે.

આલોક વર્માનો બંગ્લો બે જનપથ રોડ પર આવેલો છે અને તેમના ઘરની સામે તીસ જનવરી લેન છે. અહીં કારમાં આ શકમંદો હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે શકમંદોએ ભાગવાની કોશિશ કરતા સુરક્ષાકર્મીઓએ તેમને ઝડપી પાડયા હતા. પોલીસે કારને જપ્ત કરી છે. અહેવાલો છે કે ઝડપાયેલા ચારેય શકમંદો ખુદને ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે જોડાયેલા હોવાનું માની રહ્યા છે. પોલીસ આ લોકો પાસેથી મળેલા દસ્તાવેજોનું સત્યાપન કરી રહી છે.

સીબીઆઈના આંતરીક ગજગ્રાહ બાદ ફોર્સ લીવ પર મોકલાયેલા તપાસ એજન્સીના નિદેશક આલોક વર્માના દિલ્હી બહારના નિવાસસ્થાનની બહાર સવારે સાડા સાત વાગ્યે ચાર શકમંદોની ધરપકડ કરાઈ હતી. આ ચારેય શકમંદો પર આલોક વર્માના નિવાસસ્થાનની આસપાસ જાસૂસી કરવાનો આરોપ છે.

આ શકમંદોને આલોક વર્માના પીએસઓએ ઝડપી પાડયા હતા અને દિલ્હી પોલીસને બોલાવી હતી. આ ચારેય શકમંદોની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે. પોલીસ પુછપરછમાં ચારેય શકમંદોએ પોતાનું નામ જૂનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ધીરજ કુમાર અને અજય કુમાર હોવાનો દાવો કર્યો છે. તો અન્ય બે શકમંદોએ પોતાની ઓળખ આસિસ્ટેન્ટ કન્ટેન્ટ ઓફિસર પ્રશાંત કુમાર અને વિનીત કુમાર હોવાનો દાવો કર્યો છે. આ ચારેય શકમંદો પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને આઈપેડ જપ્ત કર્યા છે. દિલ્હીના પોલીસ કમિશનરે ચારેય શકમંદો આઈબીના હોવાની હજી સુધી પુષ્ટિ કરી નથી

Related posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah

બંગાળમાં BJPની એન્ટ્રીથી દીદી સફાળા જાગ્યા, TMC નેતાઓને કહ્યું તાત્કાલિક…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!