GSTV
Home » News » એવો નવો પ્રસ્તાવ જેના કારણે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધશે

એવો નવો પ્રસ્તાવ જેના કારણે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધશે

ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ હાલ થંભતી દેખાઈ રહી નથી. જો કે શુક્રવારે સરકાર અને આરબીઆઈ વચ્ચે પારસ્પરિક સુલેહ મામલે વાતચીત થઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ બાદ આની સંભાવનાઓ હવે ઓછી હોવાનું દેખાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આરબીઆઈ પર મોનિટરિંગ કરવા માટે નિયમોમાં પરિવર્તનનો નવો પ્રસ્તાવ રજૂ કરવાનું મન બનાવ્યું છે.

જાણકારોનું કહેવું છે કે જો આવું કંઈપણ થાય છે. તો તેનાથી એકતરફ આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધશે. તેની સાથે જ વિકસિત થતી અર્થવ્યવસ્તામાં રોકાણકારોનો વિશ્વાસ પણ ઓછો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે કે આરબીઆઈ બોર્ડના મુસદ્દાના નિયમ નાણાંકીય સ્થિરતા, મૌદ્રિક નીતિ સંચરણ અને વિદેશી મુદ્રા પ્રબંધન સહીત અન્ય કામગીરીના નિરીક્ષણ માટે પેનલ સ્થાપિત કરવા માટે સક્ષમ છે. સૂત્રો મુજબ. આનો સ્પષ્ટપણે અર્થ નીકળે છે કે કેન્દ્ર સરકારની મનસા નિયામક બોર્ને વધુ સશક્ત બનાવવાની છે.

મહત્વપૂર્ણ છે કે આગામી સોમવારે આરબીઆઈની બેઠક યોજાવની છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો મામલો આવો એકમાત્ર મુદ્દો નથી. આ પહેલા અમેરિકા અને તુર્કીમાં પણ આવા પ્રકારની સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે તણાવની સ્થિતિ બનતી દેખાઈ હતી. આવી સ્થિતિમાં બેંકો પાસે ક્રેડિટની ખાસી અછત હોય ત્યારે પેદા થતી હોય છે. કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ એક પ્રકારે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને ઉજાગર કરે છે.

આગામી સોમવારે યોજાનારી બેઠકમાં અધિશેષ નિધિઓનું હસ્તાંતરણ, ખરાબ ઋણ માપદંડોને આસાન બનાવવા અને શેડો બેન્કિંગ ક્ષેત્રમાં તરલતા સુનિશ્ચિત કરવા જેવા મુદ્દાઓ પર વાતચીત થશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સેન્ટ્રલ બેંક અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં કોઈપણ પ્રકારનો સહયોગ આપી રહી નથી. તો આરબીઆઈનું કહેવું છે કે ફંડ ટ્રાન્સફર તેની આઝાદીને નબળી પાડી શકે છે અને બજારોને નુકસાન પણ પહોંચાડી શકે છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં એક જાહેરહિતની અરજી દાખલ કરીને સરકારને આરબીઆઈમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નહીં હોવાની દલીલ રજૂ કરવામાં આવી હતી. આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માગણી પણ કરવામાં આવી છે. તો કોંગ્રેસે કહ્યું છે કે મોદી સરકાર નોટબંધીના મામલા પર પડદો પાડવા અને ચૂંટણી ટાણે નાણાં વહેંચવા માટે આરબીઆઈના ખજાનાને લૂંટાવવા માટે તૈયાર છે.

Related posts

PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કરાશે ચર્ચા

Riyaz Parmar

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!