કેન્દ્રની DRI અને EDને મમતાની ચેલેન્જ, બંગાળ સરકાર કેન્દ્રને નહીં ગણકારે

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાને રાજ્યમાં ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ બનાવી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પડકાર ફેંકયો. મમતા સરકારે બનાવેલા DRI & E પાસે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા કેસની તપાસ કરવાનો અધિકાર હશે. ત્યારે સવાલ એ પણ છે કે, કેન્દ્ર સરકારના DRI અને ઈડી પશ્વિમ બંગાળમાં કેવા પ્રકારની કામગીરી કરશે. મમતા સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, રેવન્યુની આવક અને ટેક્સ ચોરીમાં સરકાર છેલ્લા ઘણા સમયથી ડાયરેક્ટર ટેક્સ એડમિનિસ્ટ્રેશમાં મોટો ફેરાફાર કરવાનો વિચાર કરી રહી હતી. જેથી સરકારે DRI & Eની રચના કરી છે. DRI & E ટેક્સ ચોરી સરકારી અધિકારીઓ વિરૂદ્ધ પણ તપાસ કરશે. DRI & E પાસે પશ્વિમ બંગાળમાં તપાસનો અધિકાર રહેશે. અને કોઈપણ પ્રકારની ટેક્સ ચોરીમાં ગુનો દાખલ કરવાનો અધિકાર DRI & E પાસે હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter