GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં ભયંકર સ્થિતી: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં કેન્દ્રમાંથી ડોક્ટર્સ અને પૈરામેડિકલનો સ્ટાફ ગુજરાત બોલાવાયો

Last Updated on April 17, 2021 by Harshad Patel

કેન્દ્ર સરકારે ગુજરાતમાં અમદાવાદમાં ફાટી નીકળેલા વિકરાળ કોરોનાથી સંક્રમિત લોકોની સારવાર માટે ખાસ આયોજન કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા સ્થાપિત કરાતા 900 બેડની સુવિધાવાળી કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળના 25 ડોક્ટરો અને 75 પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો છે. તેઓને તાત્કાલિક ગુજરાત મોકલવામાં આવશે.

ગુજરાત સરકારે કેન્દ્ર પાસે ડોક્ટરોની ટીમ માગી

મંત્રીમંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ભલામણ પર ગૃહમંત્રાલયે અમદાવાદમાં ડીઆરડીઓ દ્વારા સ્થાપિત કરાઈ રહેલા 900 બેડની કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક દળના 25 ડોક્ટરો અને 75 પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં શુક્રવારે કોરોના સંક્રમણના સર્વાધિક 8920 કેસ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં સંક્રમણના કુલ કેસ 3,84,688 સુધી પહોંચ્યો છે. સંક્રમણના વધારે સાથે આજે કોરોનાના 94 જેટલા લોકોના રેકોર્ડ મોત નોંધાયા હતા.

હાલમાં પણ 49,737 લોકોની સારવાર ચાલી રહી છે

રાજ્યના આરોગ્ય વિભાગની એક રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં સૌથી વધુ 94 સંક્રમિત વ્યક્તિઓના મોતથવાને લીધે રાજયમાં મોતનો આંક 5170 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન 3,387 રોગોના દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સાજા થનારાની સંખ્યા 3,29,781 સુધી પહોંચી છે. રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા અર્થાત હાલમાં પણ 49,737 લોકોની સારવાર ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!