GSTV
Ahmedabad Trending ગુજરાત

સ્માર્ટ સિટી તંત્રની શરમજનક વાત: સરદારનગર વોર્ડમાં સિંધી માધ્યમની શાળા ઉકરડાનું કેન્દ્ર, રજુઆત છતાં ઊંઘતું તંત્ર

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર માટે શરમજનક વાત સામે આવવા પામી છે. ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં ૨૨ વર્ષથી બંધ હાલતમાં આવેલી સિંધી માધ્યમની શાળા ઉકરડાનું કેન્દ્ર બની જતા આસપાસ રહેતા સ્થાનિક રહીશો ત્રસ્ત બની ગયા છે. સ્થાનિકો તરફથી આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી.

આ અંગે મળતી માહિતી મુજબ, સરદારનગર વોર્ડમાં આવેલ મેઈન રોડ ઉપર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની સામે સિંધી શાળા નંબર-એક આવેલી છે. આ શાળા છેલ્લા બાવીસ વર્ષથી બંધ હાલતમાં છે.આ સ્થિતિમાં બંધ શાળામાં જ કચરો ઠાલવવામાં આવી રહયો છે.આ કારણથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાવવાની સાથે અસહય દુર્ગંધ મારી રહી છે.

વાત આટલેથી પુરી થતી નથી.કેમકે આ શાળા વર્ષોથી બંધ હાલતમાં હોવાના કારણે આજુબાજુ અને દુરના વિસ્તારમાં રહેતા લોકો આ શાળામાં કચરો ઠાલવી જતા રહે છે.ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થતાં લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે.બીજી તરફ આ શાળાના મકાનમાં લોકો કચરો નાંખીને જતા રહેતા હોવાથી ગાય સહિતના અન્ય પશુઓનો પણ આ સ્થળે જમાવડો જોવા મળી રહયો છે.આ પશુઓ પણ ગંદી ચીજો ખોરાક તરીકે લઈ રહયા છે.આ રસ્તા ઉપર પશુઓ મોટી સંખ્યામાં સવારથી લઈ મોડી રાત સુધી બેસી રહેતા હોવાથી આ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો અવારનવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે.આ કારણથી ત્રસ્ત બનેલા સ્થાનિક રહીશોએ બંધ શાળાને ફરી ચાલુ કરાવવાની સાથે કચરો અને ગંદકી તાકીદે દુર કરવા અંગેની માંગણી કરેલ છે.

વરસાદ

ઉપરાંત સરદારનગર વિસ્તારમાં આવેલા દોલતરામ જવેલર્સની સામેના મેદાનમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે.સ્થાનિક રહીશો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને આ મેદાન તાકીદે સાફ કરાવવા પણ રજુઆત કરવામાં આવી છે.

Read Also

Related posts

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed
GSTV