GSTV

મોદી કેબિનેટનો મોટો નિર્ણય/ શણનું ઉત્પાદન કરતા ખેડૂતોને થશે મોટો ફાયદો, પૈકીંગ માટે સરકારે કરી મોટી જાહેરાત

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ગુરૂવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. કેબિનેટે એથેનોલ, શણને લઈને નિર્ણયો કર્યા છે.

કેન્દ્રીય કેબિનેટે ગુરૂવારના રોજ એથેનોલની ખરીદી માટે નવા તંત્રને મંજૂરી આપી છે. સાથે જ તેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ષ 2021-22 માટે ઈથોનોલ માટે નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધીમાં 62.65 રૂપિયા પ્રતિ લીટર સુધી નક્કી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શણની બેગને પ્રોત્સાહન આપવા માટે ખાદ્યાનની સામાનને શણના પૈકીંગમાં પૈક કરવાની પણ ભલામણ આપી છે. ત્યારે હવે ખાદ્યાનની સામગ્રી પણ શણના પૈકીંગમાંથી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય લોકો માટે શણના થેલાની શું કિંમત હશે, તે આગામી દિવસોમાં કમિટી તેનો ભાવ નક્કી કરશે.

બીજી બાજૂ આ બેઠકમાં બંધની સુરક્ષા અને મેંટનેસ માટે યોજનાના બીજા અને ત્રીજા તબક્કાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પુરો કરવામાં આવશે. જેનો ખર્ચ દશ હજાર કરોડ સુધીનો આંકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ડેમોને નવી ટેકનિક સાથે તૈયાર કરવામાં આવશે. જે ડેમ ઘણા જૂના થઈ ગયા છે, તેમાં પણ સુધારો કરવામાં આવશે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!