GSTV

કોરોના વેક્સિનેશન માટે કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશો, કોને લાગશે વેક્સિન અને કોને નહિ ?

વેક્સિન

કોરોના વેક્સિનની લડાઈમાં હવે વેક્સિનનો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. એના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન ડ્રાઈવ શરુ થઇ રહી છે. એના માટે રસીકરણ અભિયાન પહેલા સ્વાસથ્ય મંત્રાલયે રાજ્યોને બંને રસી(કોવીશીલ્ડ અને કોવેક્સિન) અંગે વ્યાપક ફેક્ટ શીટ મોકલી છે. જેમાં વેક્સિન રોલઆઉટ, ફિઝિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેન સ્ટોરેજની આવશ્યકતાઓ, મતભેદ અને હલ્કી AEFIs(રસીકરણ પછી પ્રતિકૂળ ઘટના) અંગે જાણકારી સામેલ છે.

DOs અને Don’ts વાળા દસ્તાવેજો પણ તમામ પ્રોગ્રામ મેનેજર, કોલ્ડ ચેન હેન્ડલર અને વેક્સીનેટરને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ડુઝ અને ડોટ્સના દસ્તાવેજ અનુસાર, રસીકરણની મંજરી માત્ર 18 વર્ષથી વધુ ઉમરના લોકો આપવામાં આવે છે. જો મહિલા ગર્ભવતી હોય અને જો પોતાની ગર્ભાવસ્થાને લઇ સુનિશ્ચિત નથી અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓને વેક્સિન લગાવવામાં આવશે.

કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ નિર્દેશો

વેક્સિન
 • કોવિડ-19 વેક્સિન માત્ર 18 વર્ષ અને તેથી વધુ ઉમરના લોકો માટે જ છે.
 • વેકિસનની જવાબદારી સાંભળી રહેલા લોકોને 14 દિવસના અંતરાણમાં અલગ કરવા
 • બીજી ડોઝ એ જ વેકિસનની હોવી જોઈએ જેમાં પહેલી ડોઝ આપી હોય. વેક્સિનના ઇન્ટરચેન્જની મંજૂરી નથી

આવા લોકોને નહિ

આવી હિસ્ટ્રી વાળા લોકો

 • કોવિડ-19 વેક્સિનની પહેલી ડોઝના કારણે ઓનફલેક્ટિક અથવા એલર્જી રિએક્શન
 • વેકિસન અથવા ઇન્જેક્શન થેરાપી, ફાર્માસ્યુટિકલ ઉત્પાદન, ખાદ્ય પદાર્થ વગેરેથી તરત અથવા થોડા સમય પછી શરુ થનારી એનાફિલેક્સિસ અથવા એલર્જી રિએક્શન

ગર્ભાવસ્થા અને સ્તનપાન

પ્રેગ્નેન્ટ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ અત્યાર સાધી કોવિડ-19 વેક્સિનના કોઈ પરીક્ષણમાં ભાગ લીધો નથી. માટે જો મહિલાઓ ગર્ભવતી છે અથવા તેના માટે સુનિશ્ચિત નથી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ સમયે વેક્સિન આપવી ન જોઈએ.

અસ્થાઈ મનાઈ : આ સ્થિતિઓમાં, રિકવરી પછી 4-8 સપ્તાહ માટે વેક્સિન આપવી સ્થગિત કરવાનું છે.

 • SARS-CoV-2 સંક્રમણના એક્ટિવ લક્ષણ વાળા લોકો.
 • SARS-CoV-2ના દર્દી જેમને SARS-CoV-2મોનોક્લોનક એન્ટિબોડી અથવા પ્લાઝ્મા આપવામાં આવ્યું છે.
 • કોઈ પણ બીમારીના કારણે અસવયસ્થ અને હોસ્પિટલમાં દાખલ(દેખભાલ સાથે અથવા વગર) દર્દી.

ખાસ સાવધાની

વેક્સિનનું બ્લીડિંગ અથવા કોગ્યુલેશન(જેને, ક્લોટિંગ ફેક્ટર ડિફિસિએંસી, કોગુલોપેથી અથવા પ્લેટલેટ ડિસઓર્ડર)ના ઇતિહાસ વાળા વ્યક્તિને સાવધાની સાથે લગાવવામાં આવે.

આ સ્થિતિઓમાં કોરોના વેક્સિન માટે રોક નથી

 • SARS-CoV-2 સંક્રમણ(સીરો-પોઝિટિવીટી) અથવા આરટી -પીસીઆર પોઝિટિવ બીમારીના હિસ્ટ્રીના લોકો
 • જૂની બીમારી અને મોર્બિડીટીઝ (કાર્ડિએક, ન્યુરોલોજીકલ, પલ્મોનરી, મેટાબોલિક, ગુર્દે, મલિગનેન્સીઝ)
 • ઇમ્યુનો-ડિફિસિએંસી, એચઆઇવી, કોઈ પણ સ્થતિના કારણે ઇમ્યુન-સપ્રેસનના દર્દી(આ વ્યક્તિઓમાં કોવિડ-19 વેક્સિનની પ્રતિક્રિયા ઓછી હોય શકે છે)

વિચાર યોગ્ય અને મહત્વપૂર્ણ મુદ્દા

વેક્સિન સંબંધિત અન્ય સાવધાનીઓ જેમ-જેમ નવી જાણકારીઓ ઉપલબ્ધ થતી રહેશે તેમ લાગુ થઇ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ફેકટસીટ બંને વેક્સિન કોવીશીલ્ડ સાથે સાથે કોવેક્સિન માટે બનાવવામાં આવી છે.

કોવીશીલ્ડ

 • 10 ડોઝની શીશી
 • ડોઝ : 0.5 મિલી
 • શેડ્યુલ : 4 સપ્તાહ પછી
 • સ્ટોરેજ : 2-8 ડિગ્રી
 • વેક્સિન ફ્રીઝ સંવેદનશીલ છે
 • જામી જાય અથવા પીગળેલ મળવા પર ઉપયોગમાં ન લેવું
 • ફિઝિકલ અપિયરંસ : થોડું અપારદર્શિ, હલ્કો ભૂરો કલર સાથે રંગહીન
 • સૂચિબદ્ધ પ્રતિકૂળ ઘટના : ઇન્જેક્શન સાઈટ ટેન્ડરનેસ, ઇન્જેક્શન સાઈટ પેન, માથાનો દુઃખાવો, થાક, તાવ, મ્યાલ્ઝિયા, પયરેક્સીયા, ઠંડી લાગવી, મતલી, ડીમેઈલટિંગ ડિસઓર્ડરના ઘણા ઓછા ઉદાહરણ જણાવવામાં આવ્યા છે.

કોવેક્સિન

 • 20 ડોઝની શીશી
 • ડોઝ : 0.5 મિલી
 • શેડ્યુલ : 4 સપ્તાહ પછી
 • સ્ટોરેજ : 2-8 ડિગ્રી
 • ફ્રીઝ સંવેદનશીલ વેક્સિન
 • જામી જાય અથવા પીગળેલ મળવા પર ઉપયોગમાં ન લેવું
 • ફિઝિકલ અપિયરન્સ : સફેદ પારદર્શી
 • સૂચિબદ્ધ પ્રતિકૂળ ઘટનાઓ : ઇન્જેક્શન સાઈટ ટેન્ડરનેશ, ઇન્જેક્શન સાઈટ પેઈન, માથામાં દુઃખાવો, તાવ, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી, ચક્કર આવવા, પરસેવો, ઠંડી, ખાંસી, ઇન્જેકસન સાઈટ સુજન.

Related posts

LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા

pratik shah

જીતના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, રૂપાણી સાહેબ ક્યાં છે નિયમો, સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર

pratik shah

ગામડાઓમાં પણ ભાજપનો ફેલાયો હાથ/ તાલુકા પંચાયતમાં ભાજપે બાજી મારી : કોંગ્રેસ સાથે લોકોએ ફાડ્યો છેડો, હવે બની ડૂબતી નાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!