GSTV
Gujarat Government Advertisement

NRC અને CAA મુદ્દે પ્રશાંત કિશોરે ત્રીજો રસ્તો કાઢ્યો, જેમાં ભૂમિકા મુખ્યમંત્રીઓને ભજવવાની છે

Last Updated on December 23, 2019 by Mayur

રાજનીતિમાં નેતાઓને સલાહ આપનારા અને નિષ્ણાંત તરીકે જાણીતા પ્રષાંત કિશોરે પણ એનઆરસી અને સીએએ (નાગરિકતા કાયદા)નો વિરોધ કર્યો હતો. સાથે તેમણે  દેશમાં એનઆરસી અને સીએએ લાગુ ન થાય તે માટે શું કરી શકાય તે અંગે કેટલાક સુચનો આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે દરેક પ્લેટફોર્મ પર બહુ જ શાંતિ પૂર્વક તમે એનઆરસી અને સીએએનો વિરોધ કરવા માટે પોતાનો અવાજ ઉઠાવતા રહો. સાથે જે બિન ભાજપી 16 જેટલા મુખ્ય પ્રધાનો પણ એનઆરસી નહીં સ્વીકારીએ તેવુ કહી દે તે માટેના પ્રયાસો કરો. પ્રષાંત કિશોર અગાઉ પણ ખુલ્લેઆમ સીએએ અને એનઆરસીનો વિરોધ કરી ચુક્યા છે.

પ્રષાંત કિશોરે જે સલાહ આપી છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ સામેલ થઇ ગયા છે, કેમ કે નીતીશ કુમારે પણ કહ્યું હતું કે તેઓ બિહારમાં એનઆરસી લાગુ નહીં થવા દે. જ્યારે મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન પણ એનઆરસીનો વિરોધ કરી ચુક્યા છે. કિશોરનું કહેવું છે કે જો મુખ્ય પ્રધાનો જ વિરોધમાં આવી જશે તો સરકાર માટે એનઆરસી લાગુ કરાવવું મુશ્કેલ થઇ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!